કોરોનાએ ફરી માથું ઊંચક્યું:સુરતમાં કોરોનાના નવા 37 કેસ, વધુ એક દર્દીનું મોત
ગુરુવારે એકનું મોત થયા બાદ શુક્રવારે નાનપુરાના આધેડનું મોત થતા કુલ બેના મોત : ગ્રામ્ય વિસ્તારમાં નવા ૬ કેસ
સુરતમા ફરી કોરોના માઠુ ઊંચકી રહ્યું છે.અને એક્ટિવ કેસોની સંખ્યા માં વધારો થઈ રહ્યો છે.શહેર-ગ્રામ્યમાં હાલ કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા ૨૦૦ને પાર થતા ૨૩૬ પર પહોંચી છે. શહેરમાં કોરોનાના નવા ૩૧ અને ગ્રામ્યમાં ૬ કેસો સાથે કુલ ૩૭ કેસો નોંધાયા હતા. છેલ્લા ૨૪ કલાકમાં શહેર ગ્રામ્યમાં મળીને ૩૨ જેટલા દર્દીઓએ કોરોનાને માત આપી હતી. શહેરમાં શુક્રવારે સતત બીજા દિવસે કોરોનાના કારણે એક દર્દીનું મોત થયું હતું. નાનપુરા ખાતે રહેતા એક આધેડનું કોરોનાના સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.જે બાદ વૃદ્ધના પરિવારના તમામ લોકોના ટેસ્ટ કરવામાં આવતા તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.
શહેરમાં કોરોનાના કેસોની એક્ટિવ કેસોની સંખ્યા ૨૦૦ને નજીક પહોંચી ચૂકી છે. સતત બીજા દિવસે પણ કોરોનાના એક દર્દીનું મોત નીપજ્યું હતું. શહેરમાં શુક્રવારે કોરોનાના નવા ૩૧ કેસોનો સામે આવ્યા હતા. જેમાં અઠવા અને કતારગામમાં ૦૭-૦૭, લીંબાયતમાં ૦૫, રાંદેરમાં ૦૪, વરાછા-બીમાં ૦૩, ઉધના–એ અને ઉધના-બીમાં ૦૨-૦૨ તથા વરાછા-એમાં ૦૧ કેસ નોંધાયો હતો. દરમિયાન ૨૧ જેટલા દર્દીઓ કોરોનાનેમાત આપી હતી. હાલ શહેરમાં ૧૯૪ એક્ટિવ કેસો છે જે પૈકી બે દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે શુક્રવારે સતત બીજા દિવસે પણ કોરોનાના વધુ એક દર્દીનું મોત થયું હતું.કાલે નાનપુરા ખાતે રહેતા એક આધેડ કોરોનામાં સપડાયા બાદ તેનું કોરોનાની સારવાર બાદ મોત નીપજ્યું હતું. જો કે તેઓ પગના ફ્રેક્ચર સહિત અન્ય બીમારીમાં પીડાઈ રહ્યા હતા.