Surat: સ્પા-મસાજ પાર્લેરની આડમાં ધમધમતું કુટણખાનું ઝડપાયું, સંચાલક સહીત પાંચની ધરપકડ
સુરતના સરથાણા વિસ્તારમાં સ્પાની આડમાં ચાલતા દેહ-વેપારના કાળા કારોબાર પર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ શેલ દ્વારા દરોડા પાડી કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યાથી છ વિદેશી મહિલાઓને પોલીસે કરાવી મુક્ત ગ્રાહકો અને સ્પા સંચાલકો સહિત પાંચ લોકોની ઘરપકડ કરી બે ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ સુરત ક્રાઈમ બ્રાંચની એન્ટી હ્યુમન ટ્રાફિકીગ યુનિટે મળેલી બાતમી ને આધારે સુરત સરથાણા વિસ્તારમાં આવેલ વ્રજ ચોક સ્થિત રાજ ઇમ્પેરીયાના પહેલા માળે બ્લેક પલ થાઈ નામના સ્પા મસાજ પાર્લેરમા છાપો માર્યો હતી. અહી મસાજ પાર્લર ની આડમાં કૂટણખાનું ચાલતું હોય પોલીસે અહીથી સ્પાના માલિક, સંચાલક અને ત્રણ ગ્રાહકોની ધરપકડ કરી હતી. તેમજ થાઈલેન્ડની છ મહિલાઓને પોલીસે મુક્ત કરાવી હતી.આ દરોડા દરમ્યાન પોલીસે અહીંથી કુલ 1.64 લાખનો મુદામાલ કબજે કર્યો હતો . અને સ્પા માલિક તેમજ પાર્ટનર હરેશભાઈ અને સ્પામાં મહિલા સપ્લાય કરનાર મહિલાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે
વધુમાં માહિતી મુજબ સપાના બંને માલિકો,પાર્ટનર 26 વર્ષીય સંતોષ શીયારામ મોરે અને હરેશભાઈ પુનાભાઈ બારૈયા દદ્વારા પોતાના સ્પા/મસાજ પાર્લેરમાં સંચાલક તરીકે 25 વર્ષીય કુણાલ રવિભાઈ બોરીચાને રાખ્યો હતી.અને માલિક સંતોષ મોરે દ્વારા તેમની થાઈ દેશની મહિલા મહિલા ગર્લફ્રેન્ડ ને કહી થાઈલેન્ડ દેશની છ મહિલાઓને બોલાવી પોતાના સ્પા મસાજ પાર્લરમાં કુટણખાનું ચલાવવામાં આવતું હતી.