સુરતના ઓલપાડમાં રખડતા શ્વાને ત્રણ બાળકોને બચકાં ભર્યા, ઘટના સીસીટીવીમાં કેદ
સુરત મહાનગરપાલિકા કૂતરાઓના રસીકરણ અને ખસીકરણની વાતો કરી વાતો કરી રહી છે પણ બીજી તરફ સુરતમાં કુતરા કરડવાના કિસ્સાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા.અને હવે ઓલપાડ ખાતે બનેલી ઘટનામાં રખડતા શ્વાને ત્રણ બાળકોને બચકાં ભર્યા છે. ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલ બાળકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તો બીજી બાજુ આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
મળતી માહિતી મુજબ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં ટાંકી પડ્યા અને પટેલ ફળિયામા બાળકો રમી રહ્યા હતા તે સમયે ત્રણ જેટલા બાળકો પર કુતરાએ હુમલો કર્યો હતો.જેમાં બે બાળકી અને એક બાળક હોવાનું સામે આવ્યું છે . સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ રાત્રિના નવ વાગ્યા સમયે બાળકો રમી રહ્યો હતો તે વખતે રખડતા કુતરા એ બાળકને નિશાન બનાવ્યું હતું. બાળકે બૂમાબૂમ કરતા સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને કૂતરાને ભગાડી બાળકને બચાવ્યો હતો.શ્વાને બાળકો પર હુમલો કરતા બાળકો ઈજાગ્રસ્ત થયા હતા જેથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.આ અંગે ગામના ઉપ સરપંચ અતુલ પટેલ એ જણાવ્યું હતું કે બે બાળકી અને એક છોકરાને શ્વાને બચકાં ભર્યા છે. તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બાળકો રમી રહ્યા હતા તે સમયે શ્વાને આવીને બચકા ભર્યા છે. જેમાંથી બે છોકરીઓ હાલ સારવાર હેઠો છે અને છોકરાની તબ્યત સારી છે.
ઘટના સીસીટીવી મા કેદ
શ્વાન કરડવાની આ સમગ્ર ઘટનાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી. જે જોઈ શકાય છે કે બાળક કાર પાસે રમી રહ્યો હતો. તે સમયે એક શ્વાન આવીને બાળક પર તૂટી પડે છે. અને બાળકને શ્વાન કરડવા લાગતા બાળક બુમાબુમ કરવા લાગે છે. જ્યાં નજીકની દુકાનમાંથી એક મહિલા દોડી આવે છે. અને મહિલા શ્વાનને પત્થરમારીને ભગાડે છે.અને એટલી વાર માં ત્યાં અન્ય ગામજનો પણ એકઠા થઇ ગયા હતા અને શ્વાનને પત્થર મારી ત્યાંથી ભગાડ્યો હતો.