રાહુલ ગાંધીની સંસદ સદસ્યતા રદ્દ કરવા મુદ્દે કોંગ્રેસ દેશવ્યાપી આંદોલન કરશે
‘મોદી’ (Modi) અટકને સંડોવતા માનહાનિના કેસમાં સુરતની(Surat) કોર્ટે બે વર્ષની જેલની (Jail) સજા ફટકાર્યાના એક દિવસ પછી રાહુલ ગાંધીને લોકસભામાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. શુક્રવારે લોકસભા સચિવાલય દ્વારા કેરળના વાયનાડના સાંસદ રાહુલ ગાંધીની સદસ્યતા રદ કરવા માટે એક પત્ર જારી કરવામાં આવ્યો હતો. જે બાદ કોંગ્રેસમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
કોંગ્રેસ દેશવ્યાપી આંદોલન કરશે
રાહુલ ગાંધીની સંસદ સમાપ્ત થયા બાદ કોંગ્રેસે દેશવ્યાપી આંદોલન શરૂ કરવાની રણનીતિ તૈયાર કરી છે. શુક્રવારે મોડી સાંજે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં અને સીપીપી અધ્યક્ષ સોનિયા ગાંધીની હાજરીમાં AICC હેડક્વાર્ટર ખાતે આ મુદ્દે પ્રદેશ પ્રમુખો, CLP નેતાઓ સહિત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની બેઠક યોજાઈ હતી. જેમાં કોંગ્રેસ આ મુદ્દાને દેશભરમાં લઈ જશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે રાહુલ ગાંધીની સંસદની સદસ્યતા જાણી જોઈને રદ કરવામાં આવી છે.
મુખ્ય ત્રણ કારણો છે
1. રાહુલએ મોદી સરકારની નીતિઓ સામે અવાજ ઉઠાવ્યો
2. ભારત જોડો યાત્રાની સફળતાથી ભાજપ નર્વસ છે
3. અદાણી કૌભાંડ
કેરળમાં કોંગ્રેસના કાર્યકરો પર લાઠીચાર્જ
રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા રદ કરવાના વિરોધમાં હિંસક રૂપ ધારણ કર્યું છે. કેરળમાં રાજભવનનો ઘેરાવ કરવા જઈ રહેલા કોંગ્રેસના કાર્યકરો પર મોડી રાત્રે લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. અહીં રોકાયેલા કોંગ્રેસના કાર્યકરોની પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. જે બાદ પોલીસે લાઠીનો પણ ઉપયોગ કર્યો હતો. જેમાં અનેક લોકોને ઈજા થવાના સમાચાર સામે આવ્યા છે.