કોલસો ભરેલો બાર્જ શિપ ONGC બ્રિજ પાસે તણાઈ આવ્યું.
સુરતમાં કોલસા ભરેલ બાર્જ શિપ ONGC બ્રીજ પાસે આવી પહોચતા કુતુહલ સર્જાયું હતું. જેટી સાથે બંધાયેલી દોરી તૂટી જતા બાર્જ શિપ તણાઈને બ્રીજ પાસે આવી પહોચ્યું હોવાનું હાલ કહેવામાં આવી રહ્યું છે.તો બીજી તરફ એક હજાર ટનનું આ બાર્જ શિપ બ્રીજ સાથે અથડાયું છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ સુરતના ઇન્ડોનેશિયાથી કોલસો ભરેલું બાર્જ શિપ મગદલ્લા બંદરે ખાલી શીપ તણાઈ આવ્યા હોવાની ઘટના બનવા પામી છે ONGC બ્રીજ પાસે એકાએક કોલસા ભરેલ શિપ આવી પહોંચતા લોકોમાં કુતુહુલ સર્જાયું હતું. આ વિશે પ્રથમિક માહિતી મુજબ જેટી સાથે બંધાયેલી દોરી તૂટી જતા આ બાર્જ તણાઈને આવ્યું હોવાની વાત હાલ સામે આવી છે.ત્યારે બીજી તરફ બાર્જ ONGC બ્રિજ પાસે આવી પહોંચતા કંપની દ્વારા તપાસ કામગીરી આરંભી દેવામાં આવી છે. અને એક હજાર ટનનું આ બાર્જ બ્રિજ સાથે અથડાયું છે કે નહિ તેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે. જો આ શિપ બ્રિજ સાથે અથડાયું હશે તો આર્થિક રીતે પણ મોટું નુકસાન થઈ શકે છે.
ONGC ખાતે અનેક મોટા શિપ આવતા હોય છે . પરંતુ આજરોજ અચાનક આ બાજ શિપ તણાઈ આવતા કુતુહુલ સર્જાયું હતું . જો કે આ વિશે હાલ કોઈ પણ જાનહાની કે નુકશાનીના સમાચાર સામે આવ્યા નથી.