મીડિયાના માધ્યમથી બિહારના મુખ્યમંત્રીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર ઇસમ સુરતથી ઝડપાયો

0

બિહાર રાજ્યના મુખ્યમંત્રીને મીડિયાના માધ્યમથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર ઈસમને સુરત ક્રાઇમ બ્રાન્ચે લસકાણથી ઝડપી પાડયો છે. ૨૮ વર્ષીય યુવકની ધરપકડ કરી હતી અને તેનો કબજો ક્રાઈમ બ્રાન્ચે બિહાર પોલીસને સોંપ્યો છે. હાલ આ મામલે બિહાર પોલીસ વધુ તપાસ કરી રહી છે.

મળતી માહિતી મુજબ ગત 20માર્ચના રોજ  મીડિયામા માધ્યમથી બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારને બોમ્બથી ઉડાવી દેવાની ઘમકી આપવામાં આવી હતી. જેને આધારે પટના જિલ્લાના સચિવાલય પોલીસ સ્ટેશનની ટીમને તપાસ દરમિયાન આ કેસમાં સંડોવાયેલ વ્યક્તિ સુરતમાં હોવાની માહિતી મળતા સુરત પોલીસને સંપર્ક કરીને જાણકારી આપવામાં આવી હતી. જેના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપીને ઝડપી પાડવા કવાયત હાથ ધરી લસકાણાગામ ખાતેથી ૨૮ વર્ષીય અંકિત કુમાર વિનય કુમાર મિશ્રાને ઝડપી પાડ્યો હતો.

પોલીસે આ ઇસમને ઝડપી લઇ કડક પૂછપરછ કરતાં તેણે કબુલાત કરતા જણાવ્યું હતું કે ગત 20 માર્ચના રોજ તેણે ઇન્ટરનેટના માધ્યમથી મીડિયા ચેનલનો સંપર્ક કરી બિહારના મુખ્યમંત્રીને ૩૬ કલાકમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. આ ઘટનામાં સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપીની ધરપકડ કરી તેનો કબજો બિહાર રાજ્યના પટના જિલ્લાના સચિવાલય પોલીસ સ્ટેશનને સોંપતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ વિશે સુરત ક્રાઈમ બ્રાંચ પોલીસ કર્મીએ જણાવ્યું હતું કે પકડાયેલ આરોપી અંકિત કુમાર એ ધો. ૧૨ સુધીનો અભ્યાસ કર્યો છે. અને તે સુરતમાં છેલ્લા છ વર્ષથી રહી લુમ્સમાં મજુરી કામ કરે છે. આરોપીની પ્રાથમિક તપાસ મા તેણે ગુગલમાં ઘણા બધા નબરો સર્ચ કરવામાં આવ્યા હોવાનું પણ બહાર આવ્યુ હતું. હાલ આ મામલે બિહાર પોલીસ વધુ તપાસ કરી રહી છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *