આજથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ,સુરતના તમામ માતાજીના મંદિરોને રોશનીથી શણગારવામાં આવ્યાં
આજથી ચૈત્રી નવરાત્રીનો આરંભ: વહેલી સવારથી જ માતાજીના મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
વર્ષ મા આવતી ચાર પૈકીની ચૈત્રી નવરાત્રીની આજથી શરૂઆત થઈ છે.ત્યારે શહેરના વિવિધ માં શક્તિ (દેવી) મંદીરોમાં પૂજા-અર્ચના તેમજ ધાર્મિક અનુષ્ઠાનોનાં આયોજન કરવામાં આવ્યા છે. શહેરના જુના અંબાજી પીપલોદ રોડ ઉપર આવેલા અંબાજી માતાના મંદિર ઉપરાંત વરાછામાં ઉમિયા માતા મંદિર, લાલ દરવાજા ખાતે આવેલ ખોડીયાર માતાના મંદિર શહેરના મંદિરો શણગારવામાં આવ્યા છે.અને વહેલી સવારથી માતાજીના મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે.ચૈત્રી નવરાત્રીમાં ચંડીપાઠ, અનુષ્ઠાન, દૈવીયજ્ઞ કરાવવું ફળદાયી માનવામાં આવે છે.તે ઉપરાંત ચૈત્રી નવરાત્રીમાં કઠિન સાધના, કઠિન વ્રતનું મહત્ત્વ પણ માનવામાં આવે છે.
વસંત ઋતુમાં આવતી આસો મહિનાની નવરાત્રીનું પણ હિન્દુ શાસ્ત્રો પ્રમાણે ઘણું મહત્વ છે.દેવીકૃપા સદાય રહે અને સુખ, શાંતી સમૃદ્ધિ વધે તે માટે લોકો ચૈત્રી નવરાત્રીના ઉપવાસ કરતા હોય છે.મા આદ્યશકિત ને મનાવવ માટે વિવિધ બાધાઓ પણલોકો ચૈત્રી નવરાત્રીના ૯ દિવસ દરમિયાન રાખતા હોય છે.
વર્ષમાં ચાર વાર નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે.જેમાં વસંત નવરાત્રી એટલે કે ચૈત્રી નવસારી, ત્યારબાદ અષાઢ નવરાત્રી ત્યારબાદ શરદ નવરાત્રી અને પુષ્ય નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે.વસંત ઋતુમાં આવતી નવરાત્રીની ચૈત્રી નવરાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે.ચૈત્રી નવરાત્રીમાં વ્રત-તપ કરવામાં આવે છે. બુધવારે ગુડી પડવો અને ચૈત્રી નવરાત્રિ બંને એક જ દિવસે આવી રહ્યા છે. મહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા બુધવારે પડવાની શુભેચ્છા પાઠવવામાં આવશે. ચૈત્રી ગુડી પડવાની એક મકને શુભકામના સાથે નવરાત્રીના નવ દિવસો સુધી ભક્તો ઉપવાસ અને દેવી શક્તિના વિવિધ સ્વરૂપોની પુજા સાથે ભક્તિ કરશે.અને ચૈત્ર નવરાત્રી રામનવમીના દિવસે છેલ્લે નોરતે પૂર્ણ થશે.