સુરતમાં ગ્લેન્ડર રોગ:વધુ એક ઘોડાને જિલ્લા કલેક્ટરના આદેશથી દયામૃત્યુ આપી દફનાવાયો, અગાઉ છ ઘોડાને દફનાવાયા હતા

0

સુરતના લાલદરવાજા વિસ્તારમાં વધુ એક ઘોડામાં ગ્લેન્ડરના રોગના લક્ષણો મળી આવતા સેમ્પલો લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા બાદ જિલ્લા કલેકટર આયુષ ઓકના આદેશ બાદ ઘોડાને દયા આપી દફનાવી દેવામાં આવ્યો છે.લાલદરવાજા વિસ્તારમાં ઘોડા દિવસ અગાઉ ઘોડાઓ મા ગ્લેન્ડર નામનો રોગ જોવા મળતા છ ઘોડાઓને દયામૃત્યુ અપાયું હતું.ત્યારે વિસ્તારમાં વધુ એક ઘોડામાં ગ્લેન્ડર નામનો રોગ દેખતા દયામૃત્યુ અપાયું છે.સાથે જ તપાસ દરમ્યાન ૧૪૮ ઘોડાઓનો બ્લડ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

પ્રાપ્ત વિગત મુજબ ફેબ્રુઆરી મહિનામાં સુરતના લાલદરવાજા વિસ્તારમાં આવેલા ઘોડાઓમાં ગ્લેન્ડર નામનો રોગ જોવા મળ્યો હતો. જેમાં સેમ્પલો લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા બાદ છ ઘોડાઓનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જેના પગલે સુરત જિલ્લા કલેકટર આયુષ ઓક દ્વારા તમામને દયામૃત્યુ આપીને પાલિકાની ડમ્પીંગ સાઇટ પર દફ્નાવી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ સુરત જિલ્લા પંચાયતની પશુપાલન વિભાગની ટીમ દ્વારા સતત ઘોડાઓના સેમ્પલો લઇને ચકાસણી કરવાનું ચાલુ રાખ્યુ હતુ.જે અંતર્ગત લાલદરવાજા જે ઘરમાંથી ઘોડાઓના સેમ્પલો પોઝીટીવ આવ્યા હતા. તે ઘોડાના રહેઠાણ નજીક જ વધુ એક ઘોડાનો ગ્લેન્ડરનો રિપોર્ટ પોઝીટીવ આવતા વધુ એક ઘોડાને દયામૃત્યુ આપીને દફનાવી દેવામાં આવ્યો હતો. વધુમાં વધુમાં જિલ્લા પંચાયતની તપાસ અંતર્ગત ૧૪૮ ઘોડાઓના રિપોર્ટ નેગેટીવ આવ્યા હતા. પશુપાલન વિભાગ દ્વારા ઘોડાઓના આ બ્લડ સેમ્પલો લેવાની કામગીરી હજુ પણ યથાવત રાખવામાં આવશે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *