પ્રેમીએ ઈન્સટાગ્રામ ઉપર ફોટો વાયરલ કરતા પાંડેસરાની સગીરાનો આપઘાતનો પ્રયાસ
પાંડેસરા વિસ્તારમાં રહેતા એક શ્રમજીવી પરિવારની સગીરવયની પુત્રીએ પોતાના ઘરમાં એસિડ ગટગટાવી આપઘાત કરવાની કોશિશ કરતા ચકચાર મચી ગઈ હતી.સગીરાને તાત્કાલિક એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.પ્રેમી દવારા તેણીના ફોટા ઇન્સટાગ્રામ ઉપર વાયરલ કરી સમાજમા બદનામ કરતા હતાશ થયેલી સગીરાએ આ પગલું ભરી લીધું હતું.જ્યારે પાંડેસરા પોલીસે આરોપી પ્રેમીની અટક કરી લીધી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બમરોલી વિસ્તારામ રહેતી ૧૭ વર્ષીય સગીરા એ ૧૫ મીએ બપોરે ઘરે એસિડ ગટગટાવી આપઘાત કરવાની કોશિશ કરી હતી.પિતા સહિત પરિવારજનો તેણીને તાત્કાલિક એક ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા જ્યા તેણીને વધુ સારવાર માટે દાખલ કરવામાં આવી હતી.આ બનાવમાં પાંડેસરા પોલીસ મથકમાં આરોપી પ્રદિપ રામજાગીર યાદવ (રહે-ઉમીયાનગર પાંડેસરા ) વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોધવામાં આવી છે.
ફરિયાદની વિગત એવી છે કે આરોપી પ્રદિપ યાદવે પાંચેક મહિના પહેલા અનિતા ટયુશને આવતા જતા તેણીનો પીછો કરી તેણી સાથે મિત્રતા કરી લીધી હતી.પ્રેમ જાળમાં ફસાવ્યા બાદ આરોપીએ પોતાના મોબાઇલમાં અનિતા સાથે સેલ્ફી લીધેલી હતી.ત્યારબાદ ગત તારીખ ૧૫ મીએ
આરોપી પોતાની સાથે તેણીને ગાર્ડનમાં ફરવા માટે આવવા માટે કહેતો પરંતુ તેણીએ જવાની ના પાડતા આરોપીએ તેણીને બદનામ કરવાના ઇરાદે તેની સાથે પાડેલા ફોટા પોતાના ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરીને સોશીયલ મીડીયામાં વાયરલ કરી સમાજમાં બદનામી કરતા બદનામીના કારણે સગીરાએ એસીડ પી આત્મહત્યા કરવાની કોશીષ કરી હતી.વધુમાં પરિવારજનો દવારા જણાવવામાં આવ્યું હતું કે અનિતા હાલમાં દશમાં ધોરણમાં અભ્યાસ કરે છે.પરંતુ આ ઘટનાને કારણે તેણીના બે પેપરો પણ મિસ થઇ ગયા છે.પાંડેસરા પોલીસે આરોપી પ્રદીપ યાદવવિરુદ્ધછેડતીનો ગુનો નોંધી તેની અટક કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.