ઉત્રાણ પાવર સ્ટેશનમાં 30 વર્ષ જૂના કુલિંગ ટાવરને બ્લાસ્ટ કરી ગણતરીની સેકન્ડમાં ઘ્વસ્ત કરાયું

0

ઉત્રાણ ખાતે આવેલ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશનના ગેસ બેઝ પાવર સ્ટેશનના કુલિંગ ટાવરનું આજરોજ 11:00 વાગ્યેના સમયે ડીમોલિશન કરવામાં આવ્યુ છે. 85 મીટર ઊંચા આ ટાવરને આધુનિક ટેક્નોલોજીની ગણતરીની સેકન્ડમાં જમીન ધ્વસ્ત કરાવ્યો છે.આ તાવરના 30 વર્ષ પૂર્ણ થતાં કેન્દ્ર સરકારે આ તેને તોડી પાડવા ધ્વસ્ત કરવા નિર્ણય લીધો હતો.અને આજરોજ તેની તોડી પાડતી વેળાએ આસપાસના રસ્તાઓ બંધ રાખવામાં આવ્યા હતા. જો કે ટાવરને તોડી પાડવાની આ કામગીરી દરમિયાન લોકો પણ તેને જોવા ઉમટી પડ્યા હતા.

પાવર સ્ટેશનના આ કુલિંગ ટાવરને ધ્વસ્ત કરવા માટે આધુનિક ટેકનોલોજી નો ઉપયોગ કરાયો હતો.કંટ્રોલ એક્સપ્લોઝિવ બ્લાસ્ટ ટેકનોલોજીની મદદથી ગણતરીની સેકન્ડોમાં આ વિશાળ ટાવરને ધરાશાઈ કરાયો હતો. આ કુલિંગ ટાવરમાં 72 પીલર હતા જેમાં 20 જેટલા હોલ કરાયા હતા.અને હોલની અંદર એક્સપ્લોઝિવને મુકી રિમોટ કંટ્રોલથી બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો

ઉત્રાણ પાવર હાઉસના ૮૫ મીટર ઉચા કુલીંગ ટાવરને ગણતરીની સેકન્ડમાં તોડી પડાયું ૮૫ મીટર ઉચા આ ટાવરને તોડી પાડવા માટે અંદાજીત ૨૨૦ કિલો જેટલા એક્સપ્લોઝીવનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કંટ્રોલ એક્સપ્લોઝીવ બ્લાસ્ટ ટેકનોલોજીની મદદથી ગણતરીની ૪ સેકન્ડમાં જ વિશાલ ટાવરને ઉતારી લેવામાં આવ્યો હતો. ૮૫ મીટર ઉચા આ ટાવરને તોડી પાડવા માટે તંત્ર દ્વારા પણ પુરતી તકેદારી રાખવામાં આવી હતી. બ્લાસ્ટ દરમ્યાન ધૂળ ઉડવાની હોવાથી લોકોને પણ માસ્ક પહેરવા સુચના આપવામાં આવી હતી. આ દરમ્યાન સ્થળ પર ફાયર, મનપા અને પોલીસ સહિતની ટીમ તૈનાત કરી દેવામાં આવી હતી આસપાસના રસ્તાઓ બંધ રહે તે માટે પણ ખાસ કાળજી રાખવામાં આવી હતી.

ટાવર બ્લાસ્ટ થયા બાદ ધૂળની ડમરી ઉડી હતી. ધડાકાનો અવાજ આવતા આસપાસથી પક્ષીઓ પણ આકાશમાં ઉડતા દેખાયા હતા. બીજી તરફ ધૂળની ડમરીઓ ઉડવાની હોવાથી લોકોને પણ અગાઉથી જ જાણ કરી દેવામાં આવી હતી. લોકોએ પણ પુરતી તકેદારી રાખી હતી. ઘરના બારી બારણા લોકોએ બંધ રાખ્યા હતા. લોકો આ ઘટનાને નિહાળવા માટે અગાસી પર પહોચ્યા હતા જ્યાંથી લોકોએ આ ઘટનાને નિહાળી પણ હતી.

ઉત્રાણ પાવર સબ સ્ટેશનની આસપાસ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. કુલિંગ ટાવર ની આજુબાજુ પોલીસ જવાનો દ્વારા નજર રાખવામાં આવી રહી હતી. સબ સ્ટેશનથી ઓછામાં ઓછા 200 મીટરના અંતર સુધી કોઈ પ્રવેશે ન તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. થોડા સમય માટે નજીકથી વાહનોને પણ પસાર થવા દેવામાં આવ્યા નહીં. પોલીસની પીસીઆર વાન પણ સતત આસપાસના વિસ્તારોમાં પેટ્રોલિંગ કરતી રહી હતી.

ઉલ્લેખનીય છે કે રાજય સરકાર દ્વારા વર્ષ 1991માં ગેસબેઝ્ડ પાવર પ્લાન્ટનું બાંધકામ શરૂ કરાયુ હતુ. ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન સાકાર થયેલા 135 મેગાવોટનાં આ પાવર પ્લાન્ટ થકી વર્ષ 1998 સુધી ગેસઆધારીત વીજ ઉત્પાદન કરવામાં આવ્યું હતુ. જો કે ત્યાબાદ ગેસની અછતનાં કારણે વીજઉત્પાદન અશક્ય બન્યું હતુ, અને ગત વર્ષ 2017માં આ પાવર પ્લાન્ટને સ્કેપ જાહેર કરવાની ફરજ પડી હતી. ત્યારબાદ ટેકનીકલ

બાબતોને ધ્યાનમાં રાખ્યા બાદ ગેસ આધારિત પાવર સ્ટેશનના 85 મીટર ઊંચા કૂલિંગ ટાવરને જમીનદોસ્ત કરવાનું નક્કી કરાયુ હતું. આર.સી.સીના આ 85 મીટર ઊંચા અને 70 મીટર પહોળા કૂલિંગ ટાવરનેં 250 કિલો ડાયનામાઈટથી કંટ્રોલ બ્લાસ્ટિંગ ઇમ્પ્લોઝન ટેક્નિકથી બ્લાસ્ટ કરી ગણતરીની મિનીટોમાં ઉતારી પાડવામાં આવ્યો હતો

 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *