વીતેલા 48 કલાકમાં સુરતમાં એક મહિલા સહિત પાંચ લોકોના આપઘાત
સુરતમાં છેલ્લા કેટલાક સમયથી આપઘાતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હાલમાં વીતેલા 48 કલાકમાં સુરતમાં અલગ અલગ કિસ્સાઓમાં પાંચ આપઘાતના બનાવો સામે આવ્યા છે. જેમાં હજીરા એલ એન્ડ ટી કંપનીમાં કામ કરતા 23 વર્ષીય યુવકે તાપી નદીમાં મોતની છલાંગ લગાવી છે, તો અડાજણ વિસ્તારમાં યુવા કે ઘરમાં ગળે ફાંસો ખાય જીવન ટૂંકાવ્યું છે.આ ઉપરાંત સુરત જિલ્લાના ત્રણ બનાવોમાં ઉમરપાડા મહુવા અને ઓલપાડના અલગ અલગ બનાવોમાં એક મહિલા સહિત બે વ્યક્તિએ આપઘાત કર્યો હોવાના બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે.
મળતી માહિતી મુજબ સુરત શહેરમાં અડાજણ અને વિસ્તારમાં બે યુવકોએ આપઘાત કર્યો હોવાના બનાવ સામે આવ્યા છે. જ્યાં મૂળ બિહારના જિલ્લા ખાગરિયા છીલાકોડી ગામનો વતની અને છેલ્લા ત્રણ વર્ષથી એક એકએન્ડટી કંપનીમાં હિટિંગનું કામ કરતો 23 વર્ષીય વિશાલકુમાર સિંગ નામના યુવકે તાપીમાં મોતની છલાંગ લગાવી આપઘાત કર્યો હતો.જ્યાં ગઈકાલે રાતે તેની ઉમરાગામ તાપી કિનારે થી તેની બોડી મળી આવી હતી.તો બીજી તરફ શહેરના અડાજણ વિસ્તારમાં રહેતા અને કેટર્સનું કામ કરતા 23 વર્ષીય અજય રાઠોડનામના યુવકે પણ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં ગળે ફાસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું.બંને બનાવમાં પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
તો સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના પરીયાગામમા રહેતા 38 વર્ષીય આશિષભાઈ વલ્લભાઈ ફળદુ પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઈ લીધો હતો.ચાર મહિના પહેલા યુવકથી કાર અકસ્માત થયો હતો જેમાં ૩ લોકોના મોત થયા હતા. જેનું મનદુઃખ હોય તેણે ગળેફાંસો જીવન ટુંકાવ્યું હોવાનું સામે આવ્યું છે.આ બનાવની જાણ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને લાશને પીએમ અર્થે ખસેડી હતી. ઘટનાને પગલે યુવકનો પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.
તો ઉમરપાડાના સુનિલ વસાવાએ પ્રેમ પ્રકરણમાં અને મહુવાના બામણીયા ગામે પતિ રાજસ્થાન એકલો જતા માઠુ લાગી આવતા પત્નીનો આપઘાત લીધો હતો.
ઉમરપાડા તાલુકાના વડગામ ગામની સીમમાં સાગના ઝાડ સાથે એક ૨૫ વર્ષીય યુવકે કોઈક અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો વડગામના નિશાળ ફળિયામાં રહેતો સુનિલ દિલીપ વસાવા (ઉંમર વર્ષ 24) અપરણિત હતો અને તેણે પ્રેમ પ્રકરણમાં જીવન ટૂંકાવ્યું હોવાની ચર્ચા પંથકમાં ચાલી રહી છે. બે દિવસ પહેલા આ યુવક ગામના જંગલવિસ્તારના ખેતરમાં સાગના ઝાડ નીચે ફાંસો ખાધેલી હાલતમાં ઢોર ચરાવતા કેટલાક લોકો મળી આવ્યો હતો અને આ બાબતે ગામના સરપંચ જીવણ વસાવાને જાણ કરી હતી. ત્યારબાદ ઘરના સભ્યો સુરેશ રૂપજી વસાવા દ્વારા ઉમરપાડા પોલીસને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે પહોંચી યુવકની લાશનો કબજો લઈ તપાસ હાથ ઘરી છે
આ ઉપરાંત બામણીયા ગામે આવેલા ઉજણા ફળિયામાં પોતાની પત્ની અને સંતાન સાથે રહેતા મૂળ પાલી, રાજસ્થાનના વેપારી નારાયણસિંહ ગેનસિંહ રાવતને વતન રાજસ્થાન મુકામે કોઈ કામસર જવાનું થયું હોવાથી પોતાના પુત્રની પરીક્ષાના કારણે તે એકલો રાજસ્થાન જવા નીકળ્યો હતો. આ બાબતથી માઠુ લાગી આવતા ગતરોજ સાંજના સમયે તેની પત્ની મોહિનીબેને પોતાના ઘરમાં ગળે ફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મહુવા પોલીસે મૃતક મહિલાની લાશનો કબજો લઈ જરૂરી કાનૂની કાર્યવાહી શરૂ કરી હોવાનું જાણવા મળે છે.