21 માર્ચે બ્લાસ્ટ કરી ઉત્રાણ પાવર હાઉસના ટાવરને તોડી પડાશે
21 માર્ચે સુરતમાં ઉતરાણ ખાતે જીઇબીના 30 વર્ષ જૂના 85 મીટર ગેસ બેઈઝ્ડ વીજ ટાવરને કંટ્રોલ બ્લાસ્ટ કરી તોડી પાડવામાં આવશે.અને ૨૫૦ કિલો ડાઇનામાઇટથી ભુક્કો બોલાવી દેવાશે. અને તે પહેલાં આ અંગે સ્થાનિકો ને પણ સાવચેતીના ભાગરૂપે પગલાં લેવા માટે જાણ કરી દેવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર રાજય સરકાર દ્વારા વર્ષ 1991માં ગેસબેઝ્ડ પાવર પ્લાન્ટનું બાંધકામ શરૂ કરાયુ હતુ. ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન સાકાર થયેલા 135 મેગાવોટનાં આ પાવર પ્લાન્ટ થકી વર્ષ 1998 સુધી ગેસઆધારીત વીજ ઉત્પાદન કરવામાં આવ્યું હતુ. જો કે ત્યાબાદ ગેસની અછતનાં કારણે વીજઉત્પાદન અશક્ય બન્યું હતુ, અને ગત વર્ષ 2017માં આ પાવર પ્લાન્ટને સ્કેપ જાહેર કરવાની ફરજ પડી હતી. ત્યારબાદ ટેકનીકલ
બાબતોને ધ્યાનમાં રાખ્યા બાદ ગેસ આધારિત પાવર સ્ટેશનના 85 મીટર ઊંચા કૂલિંગ ટાવરનેં 21 માર્ચનાં રોજ જમીનદોસ્ત કરવાનું નક્કી કરાયુ છે. આર.સી.સીનાં આ 85 મીટર ઊંચા અને 70 મીટર પહોળા કૂલિંગ ટાવરનેં 250 કિલો ડાયનામાઈટથી કંટ્રોલ બ્લાસ્ટિંગ ઇમ્પ્લોઝન ટેક્નિકથી બ્લાસ્ટ કરી ગણતરીની મિનીટોમાં ઉતારી પાડવામાં આવશે. 21 માર્ચનાં રોજ મંગળવારે સવારે 11 થી 11:30 સુધીનાં સમયગાળામાં કંટ્રોલ બ્લાસ્ટ થકી કુલિંગ ટાવરને જમીનદોસ્ત કરવામાં આવનાર હોવાથી ધૂળની ડમરીઓ આસપાસનાં 100 મીટર સુધીના વિસ્તારમાં ફેલાશે. તેમજ વિસ્ફોટનાં કારણે લોકોમાં ગભરાટ નહીં ફેલાઇ તે માટે ઉત્રાણની આસપાસનાં 2-3 કિલોમીટર વિસ્તારમાં રહેતા લોકોને જાણકારી આપવામાં આવી છે. આ બ્લાસ્ટ દરમિયાન ફાયર બ્રિગેડ સહિતના વહીવટી તંત્રની ટીમ21 માર્ચનાં રોજ ઉત્રાણ પાવર પ્લાન્ટ ખાતે કાર્યરત રહેશે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 1993 માં શરૂ થયેલા ગેસ બેઝડ પાવર પ્લાન્ટ થકી 1998 સુધી વીજ ઉત્પાદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ટેકનીકલ કારણોસર આ પાવર પ્લાન્ટ બંધ રહેતા વર્ષ 2017માં સ્ક્રેપ જાહેર કરાયા બાદતેનું ડિમોલિશન કરવાનો નિર્ણય કરાયો હતો.