પાલ ઉમરા બ્રિજ પર થયેલા અકસ્માતમાં બાઇકના બે ટુકડા : બાઈક સવારને ગંભીર ઇજા

0
Bike in two pieces in Pal Umra Bridge accident: Bike rider seriously injured

Bike in two pieces in Pal Umra Bridge accident: Bike rider seriously injured

શહેરના (Surat) પાલ – ઉમરા બ્રિજ પર આજે એક ગમખ્વાર અકસ્માતમાં (Accident) મોટર સાયકલ સવાર બે યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થવા પામ્યા હતા. દુર્ઘટનાને પગલે સ્થાનિકો દ્વારા 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતાં આ બન્ને ઘાયલ યુવકોને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં હાલ આ બન્ને યુવકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર આજે વહેલી સવારે પાલ – ઉમરા બ્રિજ પર ઉતરતી વખતે મોટર સાયકલને ભીષણ અકસ્માત નડ્યો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે બાઈકના બે ટુકડા થઈ ગયા હતા અને જેને પગલે મોટર સાયકલ ચાલક 25 વર્ષીય તુરા મુજુલા અલી અને તેની સાથે સવાર એક અન્ય યુવકને માથા અને ચહેરા પર ગંભીર ઈજાઓ પહોંચી હતી.

અકસ્માતને પગલે બ્રિજ પર લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ અંગે 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતાં ઘટના સ્થળે પ્રાથમિક સારવાર બાદ એમ્બ્યુલન્સ દ્વારા બન્ને યુવકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગંભીર ઈજાઓ પહોંચી હોવાને કારણે બપોર સુધી બન્ને યુવકોના પરિવારજનોનો સંપર્ક થવા પામ્યો ન્હોતો.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *