Surat: 50 ફૂટ લાંબુ ઝાડ તૂટી પડતા ઘરના પતરા અને દીવાલો તૂટી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે સુરતમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ત્યારે ભારે પવન સાથે આવેલા વરસાદી ઝાપટાંને કારણે સુરતના છાપરાભાઠા વરિયાવ પાડવાડી પાસે 50 ફૂટ લાંબુ ઝાડ તૂટીને પડ્યું હતું. અને તેને કારણે ત્યાં આવેલ ત્રણથી ચાર ઘરોના પતરા અને દીવાલ તૂટીને પાડયા હતા. આ ઘટનામાં સદનસીબે કોઈ પણ વ્યક્તિને જાનાને થવા પામી નહોતી. અને ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરના કાફલા એ ઝાડને કાપીને દૂર કર્યું હતું.
સુરતમા હવમાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે બે દિવસ અગાઉ મોડી રાત્રે શહેરના વાતાવરણમાં પલટો આવ્યો હતો.અને રાત્રીના સમયે ગાજવીજ સાથે શહેરના કેટલાક વિસ્તારોમાં વરરસાદ તુટી પડયો હતો. ભારે પવન સાથે વરસાદી માવઠુ આવતા છાપરાભાઢા તાડવાડી સ્થિત મધર ટેરેસા હોસ્પિટલની એક એક મોટું ઝાડ તૂટી પડ્યું હતું.અને આશરે 50 ફૂટ લાંબુ તાડનું ઝાડ એકાએક તૂટીને ત્યાં નજીક આવલી ઘરો પર પડ્યું હતું. ઝાડ તૂટીને પડતા ત્યાં રહેલા 3થી4 ઘરોના પતરા અને દીવાલોને નુકશાન થયું હતું. પતરા અને દિવલા તૂટી પડતાં સ્થાનિક લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.અને આ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.
ફાયર ઓફિસર પ્રીન્તેશ પટેલના જણાવ્યા મુજબ ઘટના અંગેનો કોલ વહેલી સવારે 4.45કલાકે ફાયર કંટ્રોલ રૂમમાં મળ્યો હતો. જેથી કોસાડ ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી.અને ઝાડને ૩ ભાગમાં કટિંગ કરીને અન્ય ઘરોને વધુ નુકશાન ના થાય તે રીતે ગાડીથી ખેચીને ધીમે ધીમે નીચે ઉતાર્યું હતું.સદનસીબે આ ઘટનામાં કોઈ જન્હાનિંકે ઈજા થવા પામી ન હતી.