દેશની સૌથી વધુ પ્રભાવશાળી મહિલાઓમાં સાંસદ અને કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશની પસંદગી
વિશ્વ મહિલા દિવસ પ્રસંગે ‘બીઝનેસ વર્લ્ડ’ મેગેઝીન દ્વારા કરાયેલી પસંદગીમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ, નાણામંત્રી નિર્મલા સીતારામન, સ્મૃતિ ઇરાની સહિત લગભગ ૨૩ પ્રભાવશાળી મહિલાઓની પસંદગી કરવામાં આવી હતી.
દિલ્હીથી પ્રકાશિત થતા અને દેશના જાણીતા મેગેઝીન ‘બીઝનેસ વર્લ્ડ’ દ્વારા વર્ષ ૨૦૨૩માં વિશ્વ મહિલા દિવસ નિમિત્તે માર્ચ મહિનામાં મહિલાઓના સન્માનમાં એક વિશેષ પેજ તૈયાર કરાયું છે. આ પેજ પર દેશની ‘મોસ્ટ ઇન્ફલુએન્શિયલ વીમેન ૨૦૨૩’ માટે ૨૩ મહિલાઓને સ્થાન અપાયું છે. સુરત શહેર માટે ગૌરવપ્રદ બાબત એ છે કે સુરતના સાંસદ અને દેશના રેલ્વે તથા ટેક્સટાઈલ રાજ્યમંત્રી એવા દર્શન જરદોશને આ શ્રેણીમાં સ્થાન મળ્યું છે.
નવી દિલ્હી ઉપરાંત મુંબઈ, બેંગ્લોર અને ચેન્નાઈમાં ઓફિસો ધરાવતા બીઝનેસ વર્લ્ડ મેગેઝીનમાં દેશની સૌથી પ્રભાવશાળી ૨૩ મહિલાઓની આ યાદીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, નાણા મંત્રી નિર્મલા સીતારામન, મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની ઉપરાંત અન્ય મંત્રીઓમાં મીનાક્ષી લેખી, અન્નપુર્ણા દેવી, અનુપ્રિયા સિંહ પટેલ, ભારતી પવાર, રેણુકા સિંહ ઉપરસરુતા, રાજનેતાઓમાં કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી, તૃણમૂલ ૨ કોંગ્રેસના વડા અને પશ્ચિમ બંગાળના ( મુખ્યમંત્રી મમતા બેનર્જી, તૃણમૂલ કોંગ્રેસના લોકસભા સાંસદ મહુઆ મોઇત્રા સહીત સરકારના મહિલા – અધિકારીઓને પણ સ્થાન અપાયું છે. સ જેમાં, માર્ગ મકાન વિભાગના સચિવ અલકા ઉપાધ્યાય, વન અને પર્યાવરણ મંત્રાલયના સચિવ લીના નદાન, પંકજ મિત્તલ, સુપ્રીમ કોર્ટના જજ હિમાં કોહલી અને બી. વી. નાગરત્ના, [ નીતિ આયોગમાં હેલ્થકેર વિભાગના ડીરેક્ટર ઉર્વશી પ્રસાદ, રીઝર્વ બેંકના સભ્ય આશિમા ગોયલ, ઇન્ડિયન એર ૨ ફોર્સના સ્ક્વાડ્રન લીડર અવની ચતુર્વેદી, જેએનયુ ના કુલપતિ શાંતિશ્રી ધુલીપુડી પંડિત અને પલ્લવી શ્રોફનો સમાવેશ થાય છે.