Surat: સીમાડામાં દોડતી એમ્બ્યુલન્સે અડફેટે લેતાં વિધાર્થીનું કરુણ મોત,જુઓ સીસીટીવી વિડિયો
સરથાણા સ્થિત રઘુકુળ ચોકમાં મોડી સાંજે ગંભીર વાહન અકસ્માત
સરથાણા સ્થિત સીમાડા નાકા બીઆરટીએસ રોડ ઉપર રઘુકુલ ચોક પાસે એક અજાણ્યા એમ્બ્યુલન્સ વાહનના ચાલકે એક વિદ્યાર્થીને અડફેટે લેતા તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતુ. વિદ્યાર્થી બીઆરટીએસ રૂટમાં પ્રવેશ થઈ રોડ ક્રોસ કરી રહ્યો હતો તે સમયે આ અકસ્માત સર્જાયો હતો.અને અકસ્માતની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે.
અમરેલી જિલ્લાના વતની અને હાલ સરથાણા જકાતનાકા સામાન મંદિરની પાછળ શિવાય હાઇટ્સમાં રહેતા કુમન મધુ ગોધાણી એ સરથાણા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ આપતા જણાવ્યું હતું કે તેમનો ભત્રીજો અનિલ રાજેશ ગોધાણી ગઈ કાલે સાંજે સીમાડા નાકા બીઆરટીએસ રોડ કુલ ચોક ઉમંગ હાઇટ્સની સામે થી પસાર થઈ રહ્યો હતો ત્યારે પાછળથી ફૂલ સ્પીડે આવી રહેલા એક અજાણ્યા એમ્બ્યુલન્સ વાહનના ચાલકે અનિલ ગોધાણીને ટક્કર મારી હતી જેમાં તેને માથાના ભાગે જમણા હાથે અને પગમાં ગંભીર ઈજા પહોંચી હતી.અને તેને ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં
અનિલને ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં તેનું સારવ દરમિયાન મોત નીપજ્યું હતું.
ઘટના સીસીટીવીમા કેદ
અકસ્માતની આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે વિદ્યાર્થી બીઆરટીએસ રૂટમાં પ્રવેશી રોડ ક્રોસ કરવા જઈ રહ્યો હોય છે તે દરમિયાન બીઆરટીએસ માં ફૂલ સ્પીડમા આવતી એમ્બ્યુલન્સની અડફેટે વિધાર્થી આવી જાય છે. અને તે ફંગોળાઈને દૂર પટકાય છે. ઘટનાને પગલે રાહદારીઓ ભેગા થઈ ગયા હતા અને ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવારથી હોસ્પિટલ ખસેડ્યો હતો જ્યાં તેનું મોત નીપજ્યું છે