Surat: તાતીથૈયામાં કાપડની મિલમાં ભીષણ આગ લાગતાં અફરાતફરી મચી
તાતીથૈયામાં કાપડની મિલમાં ભીષણ આગ લાગતાં અફરાતફરી મચી, સદનસીબે કોઈ જાનહાની નહી
પલસાણા તાલુકાના તાતીથૈયામાં આવેલ કાપડ બનાવતી મિલમાં ભીષણ આગ ફાટી નીકળતા ભાગદોડ મચી જવા પામી હતી. મોડી રાત્રે મિલમાં લાગેલી આગ બેકાબુ બની હતી. ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર નો કાફલો ઘટના પહોંચ્યો હતો અને ચારથી પાંચ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો સદનસીબે ઘટનામાં કોઈ ન હતી પરંતુ આગને કારણે મિલમાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.
ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ સુરતના પલસાણા તાલુકાના તાતીથૈયા સ્થિત આવેલી કદામવાળા મિલમાં મોડીરાત્રીના સમયે એકાએક આગ સળગી ઊઠી હતી. કાપડ બનાવવાની મીલ હોય જો જોતા માં આગે વિક્રાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આગ સમગ્ર મિલમાં પસી રહેતી. મિલમાં આગ લાગવાને કારણે અફરીતફરીનો માહોલ સર્જાયો હતો. અને ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.
આગનો કોલ મળતા સુરત પલસાણા બારડોલી અને કામરેજ ફાયર વિભાગની 10 થી 15 જેટલી ગાડીઓ સાથે ફાયરના જવાનો સ્થળ પર પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જ્યાં ભારે જેહમતને અંગે ફાયરના જવાનોએ આગ પર કાબુ મેળવી લીધો હતો. આગ એટલે ભીષણ હતી કે આગને કાબુમાં લેતા ફાયરના જવાનોને ચારથી પાંચ કલાક જેટલો સમય લાગ્યો હતો.વધુમાં જાણવા મળતી માહિતી મુજબ આ મેલમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. પરંતુ કાપડની મિલ હોય આગને કારણે મિલમાં મોટા પાયે નુકસાનીની ભિતી સેવાઈ રહી છે. જોકે સદનસીબે આગને કારણે કોઈ વ્યક્તિને જાનહાની કે ઈજા થવા પામી ન હતી.