અફઘાનિસ્તાનની વિદ્યાર્થીનીએ ગુજરાત યુનિવર્સિટીમાં જીત્યું ગોલ્ડ મેડલ, તાલિબાની સરકારને આપ્યો જડબાતોડ જવાબ
તાળીબાને અફઘાનિસ્તાન પર કબજો મેળવ્યા પછી ત્યાંની પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. ખાસ કરીને મહિલાઓ પર પ્રતિબંધો વધ્યા છે.આવા કપરા સંજોગોમાં અફઘાનિસ્તાનની વિદ્યાર્થિની રઝિયા મોરાદીએ દક્ષિણ ગુજરાતની વીર નર્મદ યુનિવર્સિટીમાં પોતાનો અભ્યાસ પૂરો કર્યો અને તેને એમ.એ ઈન પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં મા ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે.
રઝિયાએ આ વિશે વાત કરતાં કહ્યું કે મારો પરિવાર આ સમારોહમાં સામેલ થઈ શક્યો નથી પરંતુ તેઓ ખુશ અને ગર્વ અનુભવે છે. જ્યારે ભારતની યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા મારી પસદંગી થઈ ત્યારે મારા પરિવારને ચિંતા હતી કે હું અહીં એકલી કેવી રીતે અભ્યાસ કરી શકીશ પરંતુ હવે જ્યારે મને મેડલ મળ્યું છે ત્યારે તેમને ખાતરી છે કે હું કરી શકું છે.
તેણે વધુમાં કહ્યું કે હું ભાગ્યશાળી છું કે મને આ મેડલ મળ્યો છે. જ્યારે તમે કંઈક સારું કાર્ય કરો છો, ત્યારે તમે તે ખુશી તમારા પરિવાર સાથે શેર કરવા માંગો છો. પરંતુ, જ્યારે તમે તમારી ખુશી અને વસ્તુઓ તેમને કહી શકતા નથી, ત્યારે દુઃખી થાય છે. આ પ્રસંગ મારા માટે ખુશીનો અને દુઃખદ બંને છે
અફઘાન સ્ટુડન્ટ રઝિયાએ કહ્યું કે પહેલા અહીં બધું સારું હતું. જો કે, વર્તમાન તાલિબાન સરકાર માનવ અધિકારોનું સન્માન કરતી નથી. તેમના વલણને કારણે નાગરિકોના મૂળભૂત અધિકારોનું હનન થઈ રહ્યું છે. મહિલાઓ અને લઘુમતીઓ ખૂબ જ દયનીય સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે.રઝિયાએ કહ્યું કે હું અત્યારે પીએચડી હું છું. અને આશા રાખું છું કે આ પૂર્ણ થાય ત્યાં સુધીમાં અફઘાનિસ્તાનની સ્થિતિ સુધરશે અને હું મારા દેશમાં પરત ફરી શકીશ. રઝિયાએ કહ્યું કે હું મારા દેશમાં પરિવર્તન લાવવા માંગુ છું. હું વિકાસ અને પુનર્વસન માટે કામ કરવા માંગુ છું. માતૃભૂમિ કોઈ પણ વ્યક્તિ માટે એક સપનું હોય છે અને મારું પણ એક સપનું છે કે હું દેશમાં પરત ફરીને દેશની સેવા કરું.
રઝિયા કહે છે કે જો મહિલાઓને તક મળે તો તેઓ કોઈપણ ક્ષેત્રમાં પોતાની ઓળખ બનાવી શકે છે. રઝિયા વર્ષ 2020માં એમએ કરવા ભારત આવી હતી. આ પછી તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો જમાવી લીધો.રઝિયા કહે છે કે પીએચડી પૂર્ણ કર્યા પછી, જો અફઘાનિસ્તાનની પરિસ્થિતિ બદલાય છે, તો તે તેના દેશમાં પાછા જઈને સેવા કરવા માંગે છે.