Amitabh Bachchan: ફિલ્મ’પ્રોજેક્ટ કે’ના શૂટિંગ દરમિયાન થયા ઘાયલ
મહાનાયક અમિતાભ બચ્ચન(Amitabh Bachchan)ના ચાહકો માટે એક ખરાબ સમાચાર છે. હૈદરાબાદમાં એક ફિલ્મના શૂટિંગ દરમિયાન બિગ બી ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે અમિતાભ ફિલ્મ ‘પ્રોજેક્ટ કે’ માટે એક્શન સિક્વન્સનું શૂટિંગ કરી રહ્યા હતા. દુર્ઘટના બાદ ફિલ્મનું શૂટિંગ રોકી દેવામાં આવ્યું હતું. હૈદરાબાદમાં સારવાર લીધા બાદ અભિનેતા મુંબઈમાં પોતાના ઘરે પરત ફર્યો છે. જે બાદ ફિલ્મનું શૂટિંગ હાલ પુરતું અટકાવી દેવામાં આવ્યું છે. આ માહિતી તેણે પોતાના બ્લોગ પર તેના ચાહકો સાથે શેર કરી છે. પીઢ અભિનેતાએ બ્લોગ પર લ યું છે કે તે શરીરના ગંભીર દુખાવાથી પીડાઈ રહ્યો છે અને ડૉક્ટરોની સલાહ મુજબ આરામ કરી રહ્યો છે.
ફિલ્મના શૂટિંગ દરમિયાન અકસ્માત
જણાવી દઈએ કે આ ઘટના ત્યારે બની જ્યારે અમિતાભ બચ્ચન હૈદરાબાદમાં ફિલ્મ ‘પ્રોજેક્ટ કે’નું શૂટિંગ કરી રહ્યા હતા. એક એક્શન સીન શૂટ કરતી વખતે બિગ બીનું અકસ્માત થયો હતો. અકસ્માત દરમિયાન પાંસળીઓ અને સ્નાયુઓમાં ગંભીર ઈજાઓ થઈ હતી. જે બાદ હૈદરાબાદની AIG હોસ્પિટલમાં સારવાર લીધા બાદ તે મુંબઈમાં પોતાના ઘરે પરત ફર્યો છે. ડોક્ટરોએ ડિસ્ચાર્જ આપી દીધો છે પરંતુ અભિનેતા હજુ પણ ખૂબ જ પીડા અનુભવી રહ્યા છે