WhatsApp મા આવ્યું એવુ ફીચર કે તમે કહેશો- ‘થેંક યુ ઝકરબર્ગ’
ઇન્સ્ટન્ટ મલ્ટીમીડિયા મેસેજિંગ એપ WhatsApp હવે એવા ફીચર પર કામ કરી રહ્યું છે જેની દુનિયાભરના લાખો યુઝર્સ રાહ જોઈ રહ્યા હતા. વોટ્સએપ પર દરરોજ આવતા સ્પામ કોલથી લોકો પરેશાન છે. હવે WhatsApp તેના નવા ફીચર્સ સાથે તેને તોડવા જઈ રહ્યું છે. સામાન્ય રીતે જો દુનિયામાં કોઈ વ્યક્તિ પાસે તમારો WhatsApp નંબર હોય તો તે તમને WhatsApp કૉલ કરી શકે છે. હવે વોટ્સએપ તેના પર લગામ લગાવવા જઈ રહ્યું છે. વોટ્સએપનું નવું ફીચર સ્પામ અને અનિચ્છનીય કોલને બ્લોક કરશે.
WABetaInfoના રિપોર્ટ અનુસાર, WhatsAppના આ ફીચરનું ટેસ્ટિંગ હાલમાં બીટા વર્ઝન પર કરવામાં આવી રહ્યું છે. જો તમે પણ વોટ્સએપના બીટા યુઝર છો તો તમે આ ફીચર અજમાવી શકો છો. વોટ્સએપના આ આગામી ફીચરનો સ્ક્રીનશોટ પણ સામે આવ્યો છે. નવા અપડેટ પછી, અનિચ્છનીય કૉલ્સને શાંત કરવા માટે સેટિંગ્સ મેનૂમાં એક બટન ઉપલબ્ધ થશે. આ ફીચર તમારા ફોનમાં સેવ ન હોય તેવા નંબરના કોલને સાઈલન્સ કરશે. આ ફીચર સ્પામ કોલ રોકવામાં ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે.
વોટ્સએપમાં વધુ બે નવા ફીચર્સ આવી રહ્યા છે, જેમાંથી એક ન્યૂઝલેટરનું છે. આ માટે એક નવું ટેબ આપવામાં આવશે. આ સિવાય WhatsApp અન્ય એક નવા પ્રાઈવસી ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. નવા ફીચરનું ટેસ્ટિંગ WhatsApp iOS વર્ઝન એપ પર કરવામાં આવી રહ્યું છે. નવા ફીચરની રજૂઆત બાદ યુઝર્સને પ્રાઈવસી માટે વધુ સારા વિકલ્પો મળશે. રિપોર્ટ અનુસાર, નવા અપડેટ બાદ તમામ પ્રકારની પ્રાઈવસી સેટિંગ્સ એક જ જગ્યાએ ઉપલબ્ધ થશે.