આ રાખડી ભાઈના કાંડાને તો શોભવશેજ પણ સાથે સાથે જિંદગીભરની સંભારણું અને ઇન્વેસ્ટમેન્ટ પણ બની રહેશે.
દર વર્ષે રક્ષાબંધનના પર્વ પર લોકોની માંગને પહોંચી વળવા માટે વેપારીઓ દ્વારા રાખડીઓમાં નવીનતા લાવવામાં આવે છે ત્યારે આ વર્ષે સુરતના જ્વેલર્સ દ્વારા એવી રાખડીઓ તૈયાર કરવામાં આવી છે કે જે ભાઈના કાંડાને તો શોભવશેજ પણ સાથે સાથે જિંદગીભરની સંભારણું અને ઇન્વેસ્ટમેન્ટ પણ બની રહેશે.
જ્વેલર્સ દ્વારા 2500 થી લઈને 25 લાખ સુધીની રાખડીઓ બનાવવામાં આવી
ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો પર્વ એટલે રક્ષાબંધન,જેની ભાઈ બહેનો આતુરતા પૂર્વક રાહ જોતા હોય છે. ત્યારે રક્ષાબંધનના આ પર્વ પર ભાઈના કાંડે રાખડી બાંધવા બહેનોનો હરખ સમાતો નથી.દર વર્ષે બજારમાં આવતી નવી રાખડીઓના ટ્રેડ બદલાતા રહે છે. ત્યારે બહેનો પણ સૌથી સુંદર રાખડીઓ ખરીદવાનું પસંદ કરે છે.ત્યારે આ વર્ષે સુરતના એક જવલર્સે એવી રાખડીઓ તૈયાર કરી છે. કે જેને બહેનો ફક્ત રાખડીજ નહિ પરંતુ એક ઇન્વેસ્ટમેન્ટ માટે પણ ખરીદવાનું પસંદ કરે છે.
સુરતના આ જાણીતા જ્વેલર્સ દ્વારા 2500 થી લઈને 25 લાખ સુધીની રાખડીઓ બનાવવામાં આવી છે. અને આ રાખડીઓ ડાયમંડ, ગોલ્ડ, સિલ્વર ,પ્લેટિનિયમ,થી બનાવવા માં આવે છે. જેમાં રુદ્રાક્ષ ગણપતિ સ્વસ્તિક સહિતની ડિઝાઈન ઉપર રાખડી તૈયાર કરાવવામાં આવી છે.અને આ રાખડીને પાછળથી એક બ્રેસલેટ તરીકે પણ પહેરી શકાય એમ છે. જેથી બેહનો ફક્ત રાખડી તરીકે નહીં પરંતુ એક ઇન્વેસ્ટમેન્ટ માટે પણ ખરીદવાનું પસંદ કરી રહ્યા છે.
રક્ષાબંધનના પર્વ પર દર વર્ષે બહેનો ભાઈના કાંડા પર સૌથી સુંદર રાખડી માટેની ઉત્સુક રહે છે.ત્યારે આ વર્ષે બજારમાં આવેલી આ ડાયમંડ, ગોલ્ડ, સિલ્વર ,પ્લેટિનિયમ,થી બનેલી રખડીઓએ પણ બહેનોને આકર્ષિત કર્યા છે. 2500 થી 15 લાખ સુધીમાં તૈયાર થયેલી આ રાખડી જ્યારે તેઓ ભાઈને બાંધશે તો એ જિંદગીભર નું સંભારણું બની રહેશે
પહેલાના સમયમાં ભાઈના હાથ પર સુતર કે રેશમની દોરી બાંધીને રક્ષાબંધનનો પર્વ ઉજવવામાં આવતો હતો પણ બદલાતા સમયની સાથે તહેવારોની ઉજવણી પણ અલગ અલગ રીતે કરવામાં આવે છે ત્યારે હવે ભાઈના કાંડાને શોભાવે તેવી અને 2500 થી લઇ 15 લાખ સુધીની ગોલ્ડન સિલ્વર પ્લેટિનમ અને ડાયમંડની રાખડીઓએ લોકોમાં આકર્ષણ જમાવ્યુ છે