Earthquake:મંગળવારની વહેલી સવારે મણિપુરના નોની જિલ્લામાં આવ્યો ભૂકંપ
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, મંગળવારની વહેલી સવારે મણિપુરના નોની જિલ્લામાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ લગભગ સવારે 2.46 કલાકે આવ્યો હતો અને તેની ઊંડાઈ 25 કિમી હતી.
આ પહેલા 19 ફેબ્રુઆરીએ આંધ્ર પ્રદેશના NTR જિલ્લાના નંદીગામા શહેરમાં ભૂકંપ આવ્યો હતો. જાનમાલના નુકસાનના કોઈ અહેવાલ નથી. રવિવારે સવારે લગભગ 7.13 કલાકે આંચકા અનુભવાયા હતા અને 3.4 સેકન્ડ સુધી રહ્યા હતા. ગભરાયેલા રહીશો ઘરોમાંથી બહાર નીકળી રસ્તા પર આવી ગયા હતા. તે જ દિવસે મધ્યપ્રદેશમાં પણ રિક્ટર સ્કેલ પર 3.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપ ઈન્દોરથી લગભગ 151 કિમી દક્ષિણ-પશ્ચિમમાં ધારમાં બપોરે 1 વાગ્યે આવ્યો હતો. ભૂકંપ એજન્સીએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીની સપાટીથી 10 કિલોમીટરની ઊંડાઈએ હતું.