આ વર્ષે ગરમી તેના તમામ રેકોર્ડ તોડી તેવી સંભાવના
રાજ્યમાં ગરમી આ વર્ષે તેના તમામ રેકોર્ડ તોડે તેવી શક્યતા દેખાઈ રહી છે. ફેબ્રુઆરી મહિનાથી જ ગરમીએ રેકોર્ડ તોડવાની શરૂઆત કરી દીધી છે. સુરતમાં પાછલા વર્ષો કરતા વધુ તાપમાન નોંધાયું છે. અમદાવાદ અને ભુજમાં પણ ગરમીનો રેકોર્ડ તૂટ્યો છે. આજે સૌથી વધુ તાપમાન ભુજમાં ૩૯.૫ ડિગ્રી નોંધાયું ગાંધીનગર, નલિયા, રાજકોટ, વલસાડ, ડાંગ, જૂનાગઢમાં તાપમાન ૩૮ ડિગ્રી અને સુરતમાં 37ડિગ્રીની આસપાસ પહોંચી ચૂક્યું છે.
સુરતમા આજનું તાપમાન ૩૭ ડિગ્રી નોંધાયું છે. ગત વર્ષે ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયામાં મહત્તમ 34 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ વર્ષે ફેબ્રુઆરીના બે અઠવાડિયા બાદ જ પાછલા વર્ષોના રેકોર્ડ તૂટ્યા છે. હવામાન વિભાગના અધિકારી પ્રીતિ શર્માએ જણાવ્યું હતું કે,ફેબ્રુઆરી મહિનાની શરૂઆતતાપમાનથી જ મહતમ તાપમાન ધીમે ધીમે ઊંચકાઈ રહ્યો હતો અને હાલમાં મહતમ તાપમાનનો પારો એક ઝાટકે 4 ડિગ્રી જેટલો ઉંચે ચડીને 37 પહોંચતાં આકરો ડિગ્રીએ તાપ વરસ્યો હતો.ગ્લોબોલ વોર્મિંગના કારણે કલાઈમેન્ટ બદલાઈ રહ્યું છે અને ખરેખર જે તાપમાન હોવું જોઈએ. તેના કરતાં વિપરીત નોંધાઈ રહ્યું છે .
ભુજ મા છેલ્લાં કેટલાક વર્ષોનો રેકોર્ડ તૂટ્યો છે.સામન્ય રીતે ફેબ્રુઆરી મહિનામાં ૩૫ ડિગ્રી જેટલો તાપમાન નોંધાતો હોય છે. જયારે આ વર્ષે ૪૦ ડિગ્રી તાપમાન નોંધાયું છે. હજુ પણ આગામી ૨ દિવસ સુધીમહતમ તાપમાન ૩૮ થી ૪૦ ડિગ્રી વચ્ચે જળવાઈ રહેશે અને ત્યારબાદ ૨ થી ૩ ડિગ્રી તાપમાન ઓછું થશે.
સવારે અને રાત્રે ઠંડીના ચમકારા સાથે દિવસે બફારાના વાતાવરણના કારણે વિષમતા સર્જાતા શરદી ઉધરસ કફ તેમજ માતાના દુખાવો અને અંગ જકડાઈ જવા જેવી તકલીફો જોવા મળી રહી છે. ૧૧ વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં અનુભવાયેલી ગરમીનો વિક્રમ તૂટ્યો છે. હજુ તો જેઠ અને વૈશાખ જેવા ઉનાળાના મુખ્ય મહિનાઓ બાકી છે અને તાપ વરસી રહ્યો છે તો આવનારા દિવસમાં ઉનાળો કેટલો આકરો બનશે.