રજાઓ માણવા ગુલમર્ગ પહોંચ્યા રાહુલ ગાંધી, કાશ્મીરમાં સ્કીઈંગ કરી મજા માણી
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી(Rahul Gandhi) બુધવારે બે દિવસીય અંગત પ્રવાસ પર ઉત્તર કાશ્મીરના (Kashmir) ગુલમર્ગ પહોંચ્યા હતા અને સ્કીઇંગ કરવા ગયા હતા. તાજેતરમાં જ રાહુલ ગાંધી ‘ભારત જોડો યાત્રા’ અંતર્ગત શ્રીનગર પહોંચ્યા હતા. રાહુલ ગાંધી ગુલમર્ગ જતા સમયે ટંગમર્ગમાં રોકાયા હતા. અહીં રાહુલ ગાંધીએ પત્રકારોના સવાલોના જવાબ આપ્યા ન હતા અને માત્ર અભિવાદન કર્યું હતું.
ગુલમર્ગમાં રાહુલ ગાંધીએ ગોંડોલા કેબલ કારની સવારી પણ લીધી અને પછી સ્કીઇંગ પણ કરી. કોંગ્રેસના નેતાએ ત્યાં હાજર કેટલાય પ્રવાસીઓ સાથે સેલ્ફી પણ લીધી હતી. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી બુધવારે બે દિવસના ખાનગી પ્રવાસ પર જમ્મુ અને કાશ્મીરના ગુલમર્ગના ઢોળાવ પર સ્કીઇંગ કરતા જોવા મળ્યા હતા. ટ્વિટર પર શેર કરવામાં આવેલ એક વિડિયો કેપ્શન સાથે હતો, “રાહુલ જી સફળ ભારત જોડી પ્રવાસ પછી ગુલમર્ગમાં રજાઓ માણી રહ્યા છે.
As a reward, Rahul Ji treating himself to a perfect vacation in Gulmarg after successful #BharatJodoYatra.#RahulGandhi@RahulGandhi pic.twitter.com/DDHCDluwCC
— Farhat Naik (@Farhat_naik_) February 15, 2023
અહીં, રાહુલ ગાંધી, પ્રશિક્ષકો સાથે, ગુલમર્ગ રિસોર્ટમાં નૈસર્ગિક ઢોળાવ પર સ્કીઇંગ કરતા જોવા મળ્યા હતા. અહીં, કોંગ્રેસના નેતાએ ઉત્સાહિત પ્રવાસીઓના જૂથ સાથે સેલ્ફી માટે પોઝ આપ્યો હતો. પ્રદેશ કોંગ્રેસ સમિતિના જણાવ્યું હતું કે ગાંધી ખાનગી મુલાકાતે છે અને ખીણમાં એક ખાનગી કાર્યક્રમમાં હાજરી આપે તેવી શક્યતા છે. ગયા મહિને રાહુલ ગાંધીએ 12 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં 3,970 કિમીનું અંતર કાપીને કન્યાકુમારીથી કાશ્મીર સુધીની ભારત જોડો યાત્રાનું સમાપન કર્યું હતું. .