Surat : ક્યારેય જોઈ છે પતરાના શેડમાં ચાલતી સાયન્સ કોલેજની લેબોરેટરી ?
લાંબી ઝુંબેશ બાદ સરકારે (Government) વરાછા ખાતે સરકારી સાયન્સ(Science) કોલેજને મંજૂરી આપી હતી. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) VNSGU સંલગ્ન સરકારી સાયન્સ કોલેજને શૈક્ષણિક સત્ર 2021-22 માટે પ્રવેશ પ્રક્રિયામાં સામેલ કરવામાં આવી છે અને 77 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. ગુજરાત સરકારે સરકારી સાયન્સ કોલેજ આપી, પરંતુ બિલ્ડીંગ, કેમ્પસ અને લેબોરેટરીની વ્યવસ્થા કરી નથી. સીમાડાની જ શહેર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળામાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને ભણાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં આંગણવાડીમાં કોલેજ ચલાવવામાં આવી રહી છે.
શાળા પહેલા કોલેજ બંધ કરવી પડશે:
સરકારી સાયન્સ કોલેજ કોલેજના સ્ટાફે જણાવ્યું હતું કે તેમની નિમણૂક સરકાર દ્વારા કરવામાં આવી છે. કોલેજ સવારે 8 થી 11 સુધી ચલાવવાની હોય છે, કારણ કે કોલેજના વર્ગો શાળામાં જ લેવાના હોય છે. 11.30 સુધીમાં પ્રાથમિક વિદ્યાર્થીઓ આવવા માંડે છે, તે પહેલા કોલેજના વર્ગો પૂરા થવાના હોય છે.
નાના રૂમમાં ઓફિસ:
સરકારી કોલેજ હોવા છતાં સરકારી સાયન્સ કોલેજના સ્ટાફને આંગણવાડીના બિલ્ડીંગના પહેલા માળે નાની ઓરડીમાં બેસવું પડે છે. કોલેજ પ્રિન્સિપાલની ઓફિસ, સ્ટાફ રૂમ અને કોલેજ ઓફિસ તમામ આ રૂમમાં ચલાવવામાં આવે છે. કોલેજના સ્ટાફનું કહેવું છે કે પ્રથમ વર્ષ જેમ છે તેમ ચલાવવામાં આવી રહ્યું છે, પરંતુ બીજા વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધશે, વધારાના વર્ગોની જરૂર પડશે, તો મુશ્કેલી પડશે.
પતરાના શેડમાં લેબોરેટરી:
સાયન્સ સરકારી સાયન્સ કોલેજ કોલેજ માટે લેબોરેટરી ફરજિયાત છે, લેબોરેટરીમાં વિવિધ પ્રકારના કેમિકલવાળા પ્રેક્ટિકલ હોય છે, જે હાનિકારક છે. તેથી શાળાના બિલ્ડીંગમાં લેબોરેટરી બનાવવી શક્ય ન હોય તો બે માસ પહેલા શાળાના પટાંગણમાં આંગણવાડીની જગ્યાએ પતરાના શેડમાં લેબોરેટરી તૈયાર કરવામાં આવી છે. આ લેબોરેટરીમાં વીજળીની સુવિધા નથી. સવારે 11 કલાકે વર્ગ પૂરો કર્યા બાદ 11 થી 1 વાગ્યા સુધી વિદ્યાર્થીઓને ગરમીમાં જ પ્રેક્ટિકલ કરવાની ફરજ પડે છે.