IND vs AUS 2nd Day Test : આજે ટિમ ઇન્ડિયા બનાવશે મોટો સ્કોર
નાગપુર(Nagpur) ટેસ્ટના પહેલા દિવસે ભારતે (India) 1 વિકેટે 77 રન બનાવ્યા હતા. અને પ્રથમ દાવમાં તે ઓસ્ટ્રેલિયાથી(Australia) 100 રન પાછળ છે. આવી સ્થિતિમાં આજે ભારતનો પ્રયાસ ઓસ્ટ્રેલિયા પર મોટી લીડ લેવાનો રહેશે. સારી વાત એ છે કે રોહિત ક્રિઝ પર સ્થિર છે અને સારી લયમાં જોવા મળી રહ્યો છે. આ સિવાય પુજારા, વિરાટ પણ આવવાના બાકી છે. મતલબ કે જો બધા મહેનત કરશે તો રન બનશે અને જ્યારે આવું થશે તો ટીમ ઈન્ડિયાની યોજના પણ સફળ થશે.
નાગપુર ટેસ્ટમાં પ્રથમ દિવસે બોલ વડે જોરદાર રમત દર્શાવ્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ આજે એટલે કે બીજા દિવસે બેટ વડે ઓસ્ટ્રેલિયા પર પ્રભુત્વ જમાવવાનો પ્રયાસ કરશે. વિદર્ભ ક્રિકેટ એસોસિએશનના મેદાન પર ટીમ ઈન્ડિયા પોતાની ઈનિંગને એક વિકેટે 77 રનના સ્કોરથી આગળ વધારશે અને તેને સારી સ્થિતિમાં લાવવાની જવાબદારી કેપ્ટન રોહિત શર્માની રહેશે. રોહિતે પહેલા દિવસના અંત સુધીમાં શાનદાર અડધી સદી ફટકારી હતી અને 56 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. તેની સાથે રવિચંદ્રન અશ્વિન ક્રિઝ પર હશે. પ્રથમ દિવસે, રવિન્દ્ર જાડેજાની 5 વિકેટની વાપસીની મદદથી, ભારતે ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સને માત્ર 177 રનમાં સમેટીને બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની મજબૂત શરૂઆત કરી હતી.