ઋષભ પંતને જોરથી થપ્પડ મારીશઃ કપિલ દેવ
વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવે અચાનક એક નિવેદન આપ્યું છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ મેચની શરૂઆત પહેલા કપિલ દેવ ભારતીય ટીમ ઈન્ડિયાના આ વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત પર ગુસ્સે થઈ ગયા હતા. તેણે તો ત્યાં સુધી કહ્યું છે કે તેને જોરથી થપ્પડ મારીશ. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ મેચ શરૂ થાય તે ૫હેલા કપિલ દેવ અચાનક ભારતીય ટીમ ઈન્ડિયાના આ વિકેટ કીપર બેટ્સમેન પર ભડકી ગયા હતા.
ગુસ્સામાં કપિલ દેવે તો ત્યાં સુધી કહ્યું કે હું તેને જોરથી થપ્પડ મારીશ. પૂર્વે ભારતીય કેપ્ટન કપિલ દેવને લઈને આપવામાં આવેલા આવા નિવેદનથી દરેક લોકો આશ્ચર્યચકિત છે.
તમને જણાવી દઈએ કે કપિલ દેવની કપ્તાનીમાં ભારતીય ટીમે ૧૯૮૩માંવર્લ્ડ કપ જીત્યો હતો. કપિલદેવે ટીમ ઇન્ડિયાના વિકેટ કીપર બેટ્સમેન માટે આવું કેમ કહ્યું?મહાન ક્રિકેટર કપિલ દેવે એક ટીવી ચેનલના કાર્યક્રમમાં કહ્યું કે તેઓ ઈચ્છે છે કે ઋષભ પંત જલ્દી સ્વસ્થ થઈ જાય અને જ્યારે તે સ્વસ્થ થઈ જશે ત્યારે તેને જોરથી થપ્પડ મારશે, • તેણે કહ્યું કે ઋષભે પોતાનું ધ્યાન રાખવું જોઈતું હતું, તેની ઈજાને કારણે આખી ટીમનું કોમ્બિનેશન બગડી ગયું છે. ત્યારે ગુસ્સો એ પણ થાય છે કે જો આજના યુવાનો આવી ભૂલો શા માટે કરે છે? એટલા માટે તેના માટે થપ્પડ હોવી જોઈએ.ભારતીય ટીમને મોટું નુકસાન. કપિલ દેવે વધુમાં કહ્યું કે ષભ પંતને આશીર્વાદ અને પ્રેમ, ભગવાન જલ્દી સ્વરૂ થાય.
તમને જણાવી દઈએ કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચની સીરીઝની પ્રથમ મેચ નાગપુરમાં રમાશે. રિષભ પંતના ટીમમાં ન હોવાને કારણે મોટું નુકસાન થયું છે, કારણ કે જો રિષભ પંતે ટેસ્ટ ફોર્મેટમાં ડેશિંગ બેટ્સમેનની સાથે સાથે સારો વિકેટકીપર પણ છે.