કિંગ ખાન અને પરિવાર માટે “પઠાણ” ફિલ્મનું સ્પેશ્યલ સ્ક્રીનિંગ કરાયું, 4 વર્ષ બાદ શાહરૂખને મોટા પડદા પર જોવા ચાહકો આતુર
શાહરૂખ ખાનની (SRK) આગામી ફિલ્મ ‘પઠાણ’ સિનેમાઘરોમાં (Theatres) રિલીઝ માટે તૈયાર છે. કિંગ ખાનને 4 વર્ષ પછી મોટા પડદા (Screen) પર જોવા માટે ચાહકો આતુર છે. જોકે, પઠાણની રિલીઝ પહેલા શાહરૂખ ખાનના પરિવાર માટે ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું. યશ રાજ સ્ટુડિયોમાં એક ખાનગી કૌટુંબિક સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં શાહરૂખ ખાને તેની પત્ની ગૌરી, બાળકો સુહાના ખાન અને આર્યન ખાન સાથે ફિલ્મ જોઈ હતી. આ દરમિયાન ગૌરી ખાનની માતા સવિતા છિબ્બર અને શાહરૂખની બહેન શહનાઝ ખાન પણ તેની સાથે જોવા મળી હતી. ફિલ્મ જોઈને બધા હસતા હસતા બહાર આવ્યા.
કિંગ ખાનના પરિવાર માટે પઠાણનું સ્પેશિયલ સ્ક્રીનિંગ
કિંગ ખાનની ફિલ્મ ‘પઠાણ’ની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે. ફિલ્મની રિલીઝ પહેલા પરિવાર માટે આયોજિત સ્ક્રીનિંગ બાદ શાહરૂખનો આખો પરિવાર ઘણો ખુશ હતો. ગૌરી ખાન હસતી જોવા મળી હતી. આ દરમિયાન આર્યન ખાન સફેદ સ્વેટશર્ટ પહેરીને પિતાની ફિલ્મ જોવા આવ્યો હતો. આર્યન ખૂબ જ સ્માર્ટ લાગતો હતો. સુહાના ખાન પણ ‘પઠાણ’ જોવા મળી હતી. ગ્રે હૂડી ટ્રેકસૂટમાં સજ્જ સુહાના પેપ્સના કેમેરામાં કેદ થઈ હતી.
View this post on Instagram
ફિલ્મ ‘પઠાણ’ 25 જાન્યુઆરીએ રિલીઝ થશે.
તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ દુબઈના બુર્જ ખલીફા પર ફિલ્મ ‘પઠાણ’નું ટ્રેલર પણ બતાવવામાં આવ્યું હતું. સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત, ‘પઠાણ’ 25 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. એક્શનથી ભરપૂર ફિલ્મના ટ્રેલરને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. પઠાણને પણ OTT પર રિલીઝ કરવામાં આવશે. જો કે, તે પહેલા દિલ્હી હાઈકોર્ટે ‘પઠાણ’ને લઈને નવો આદેશ જારી કર્યો છે, જેમાં કોર્ટે કહ્યું છે કે પઠાણ માટે નિર્માતા યશ રાજ ફિલ્મ્સે OTT રિલીઝ માટે ફિલ્મમાં ઘણા નવા ફેરફારો કરવા પડશે. ‘પઠાણ’ના OTT રિલીઝ માટે, ઓડિયો વર્ણન, ક્લોઝ કૅપ્શનિંગ અને સબ-ટાઈટલ હિન્દી ભાષાની દેવનાગરી લિપિમાં તૈયાર કરવાના રહેશે. જેથી દૃષ્ટિહીન લોકો પણ આ ફિલ્મ જોઈ શકે.