ફુગ્ગામાં ગેસ ભરતી વખતે સિલિન્ડર બ્લાસ્ટ થતાં રાજસ્થાની યુવકનું મોત
અઠવાડિયા અગાઉ રાજસ્થાન થી સુરત રોજીરોટી કમાવવા આવેલા ઇસમનું સિલિન્ડર બ્લાસ્ટ થતા મોત: ઘટનામાં બે ઇજાગ્રસ્ત
એક અઠવાડિયા અગાઉ રાજસ્થાન થી સુરત રોજી રોટી કમાવા આવેલા અને ફુગ્ગા વેચી ગુજરાત ચલાવતા ઈસમનું ફુગ્ગામાં ગેસ ભરતી વખતે સિલિન્ડર બ્લાસ્ટ થતાં મોત નીપજ્યું છે. જ્યારે આ ઘટનામાં નજીકમાં ઊભા રહેલા બે લોકો પણ ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે ઘસેડવામાં આવ્યા છે. સિલિન્ડર બ્લાસ્ટ થવાની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે.
મૂળ રાજસ્થાનના ઉદયપુરનો વતની 23 વર્ષીય કૈલાશ ગંગારામ વાઘડીયા અઠવાડિયા અગાઉ પરિવાર સાથે સુરત આવ્યો હતો અને ઉત્તરાયણ નો પર્વ હોય ઉતરાયણ નિમિતે ફુગ્ગા વેચવાનું શરુ કર્યું છે.કૈલાશ અને તેના પરિવારના સભ્યો પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા મહાવીર મોબાઈલ સર્કલ પાસે રોકાયા હતા. અને 14 મી તારીખે વહેલી સવારના સમયે તે ફુગ્ગામાં ગેસ ભરી રહ્યો હતો અને તે દરમિયાન જ અચાનક ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. સિલિન્ડર બ્લાસ્ટ હતા કૈલાશ શરીરે ગંભીર રીતે દાજ્યો હતો અને તેની નજીક બેસેલા 35 વર્ષીય સાવંત વાઘડિયા અને 16 વર્ષે ભેરુ વાઘડિયાને પણ ઈજાઓ પહોંચતા ત્રણેયને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
ફાયર વિભાગ દ્વારા ત્રણેયને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ જવામાં આવતા સારવાર દરમિયાન કૈલાશનું મોત નીપજ્યું હતું. વધુ જાણવા મળતી માહિતી મુજબ નાઇટ્રોજન ગેસ બનાવવા માટે કાર્બન પાણી અને ચૂનાનો ઉપયોગ કરતા હતા ત્યારે સિલિન્ડરમાં પ્રેશર વધી જતા આ ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે.