માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો: પાણીના ટબમાં ડૂબી જવાથી એક વર્ષીય બાળકીનું મોત
રમતા રમતા બાળકી પાણના તબમાં પડી
માતા ની નજર પડતા માતા એ બાળકીને બચાવવાની કોશિશ કરી હોસ્પિટલ ખસેડી
ટૂંકી સારવાર દરમિયાન બાળકીનું મોત નીપજ્યું
માતા પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે. જ્યાં પાણી ભરેલા ટબમાં ડૂબી જવાથી એક વર્ષની બાળકીનું મોત થયું છે.બાળકીની માતા કચરો ફેકવા ઘર બહાર ગઈ હતી અને તે દરમિયાન પાણી ભરેલા ટબમા બાળકી રમતા રમતા પડી ગઈ હતી. બાળકીનો જીવ બચવવા માતા તાત્કાલિક બાળકીને લઈ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન બાળકીનું મોત નીપજ્યું હતું. ઘટનાના પગલે બાળકીના પરિવારમાં શોકની કાલિમા છવાઇ જવા પામી છે.
સુરતના લીંબાયત વિસ્તારમાં આવેલા હનુમાન મંદિર નજીક રહેતા સિરાજભાઈ શેખ ટેક્સટાઈલમાં માર્કેટમાં મજુરી કામ કરે છે. જેમને પત્ની અને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રીછે. ગઈ કાલે તેઓની એક વર્ષની પુત્રી ફાતિમા ઘરમાં રમી રહી હતી.અને તે દરમ્યાન તેણીની માતા સાફ સફાઈ કરી કચરો ફેકવા બહાર ગયી હતી. ત્યારે એક વર્ષીય બાળકી રમતા રમતા પાણીના ટબમાં પડી ગયી હતી. બાળકીને પાણીમાં ટબમાં જોઈ માતાએ બુમાબુમ કરી મૂકી હતી જેને પગલે પાડોશીઓ અને સબંધીઓ ત્યાં આવી બાળકીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન આ બાળકીનું મોત નિપજ્યું હતું.
નાના બાળકોને એકલા મુકનાર અને તેમના પર ધ્યાન ન આપતા માતા પિતા માટે સુરતના લિંબાયત વિસ્તારમાં બનેલો આ કિસ્સો ચેતવણી રૂપ છે.હાલ આ ઘટનામાં લીંબાયત પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.