ગુજરાતમાં ઈલેક્ટ્રિક વાહનોના વેચાણમાં સાતગણો વધારો :માત્ર એક જ વર્ષમાં ૬૦ હજાર યુનિટ વેચાયા
હવે ઈલેક્ટ્રિક વાહનો તરફ વળી રહ્યા છે ગુજરાતીઓ
૪ વર્ષ ૨૦૨૧માં ૯,૭૭૬ યુનિટની સરખામણીમાં ૨૦૨૨માં ૬૮,૯૯૯ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ થયું
પેટ્રોલ-ડીઝલના વધતા રહેલા ભાવ અને ક્લાયમેટ ચેન્જના કારણે પર્યાવરણની ચિંતાની વચ્ચે ઈવી (ઈલેક્ટ્રિક વ્હીક્લ) ક્રાંતિ વેગ પકડી રહી છે. ગુજરાતમાં ઈલેક્ટ્રિક વાહનોના વેચાણમાં ૨૦૨૨માં સાતગણો વધારો નોંધાયો હતો, જો કે તે પેટ્રોલથી ચાલતા વાહનોના વેચાણની સરખામણીમાં ઓછો હતો. ૨૦૨૧માં ૯,૭૭ યુનિટની સરખામણીમાં ૨૦૨૨માં ૧૮,૯૯૯ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ થયું હતું.
ઈવી વાહનોની પોપ્યુલારિટીઆ સીએનજી વાહનોને ઘટી ગઈ છે.જેના ૨૦૨૨માં માત્ર 50,007યુનિટ વેચાયા હતા. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, જેમ વધુને વધુ ચાર્જિંગ સ્ટેશન સેટ અપ કરવામાં આવી રહ્યા છે તેમ ઇલેક્ટ્રિક વાહનો તરફ વળતા ગ્રાહકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ગુજરાત દેશના તેવા ૧૮ રાજ્યોમાં સામેલ છે, જેણે ઈલેક્ટ્રિક મોબિલિટી તરફ ટ્રાન્સપોર્ટ સેક્ટરને આગળ વધારવા માટે ઈવી પોલીસીને અંતિમ સ્વરૂપ આપ્યું છે.
ઓક્ટોબર ૨૦૨૧માં ઈલેક્ટ્રિક વ્હિકલનું વેચાણ શરૂ થયું હતું અને ગત વર્ષે ટ્રેન્ડમાં વધારો થયો હતો. મહિનાના પહેલા ૧૦ દિવસમાં રાજ્યમાં ૨,૧૬૮ ઈવીનું વેચાણ નોંધાયું હતું, જેમાં ટુ-વ્હીલરનો હિસ્સો 60 ટકા છે. પેટ્રોલ વાહનની કેટેગરીમાં, ટુ-વ્હીલરનું વેચાણ 67 ટકા જયારે ફોર વ્હીલરનું ૩૩ ટકા હતું.
સુરત, અમદાવાદ, વડદરા અને રાજકોટમાં કુલ ૧૮,૯૯૯ યુનિટની સામે ૪૫,૭૬૪ એકમોનું વેચાણ થયું હતું. સુરતમાં ૨૧,૮૭૨ યુનિટ અને ત્યારબાદ અમદાવાદમાં ૧૩,૨૫૧ યુનિટનું વેચાણ થયું હતું ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ વેચાણના આંકડ ખૂબ જ પ્રોત્સાહિત છે. જેમ વધુ ચાર્જિંગ સ્ટેશન ખુલી રહ્યા છે તેમ ખરીદદારનો વિશ્વાસ પણ વધ્યો છે આ સિવાય સરકાર દ્વારા આપવામાં આવતી સબિસડી પણ ઈવી ઈકોસિસ્ટમને બનાવવામાં મદદ કરી છે. પેટ્રોલ-ડીઝલની કિંમત વધવાની સાથે સાથે ઈલેક્ટ્રિક વાહનો ખર્ચ ઘટાડે છે..