Suratના તમામ ફ્લાયઓવર આવનારા બે દિવસ પૂરતા ટુ વ્હીલર વાહન ચાલકો માટે બંધ
ઉતરાણ પર્વને લઈને સુરત પોલીસ કમિશનર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે અને તે મુજબ સુરત શહેરમાં તમામ ફ્લાઇ ઓવરબ્રીજ ઉપર બંન્ને સાઇડેથી ટુ-વ્હિલર વાહનો ચાલકોની અવર જવર માટે 14 અને 15 તારીખ માટે બંધ કરવામાં આવ્યા છે. જે કોઈ દ્વારા આ નિયમનો ઉલ્લંઘન કરવામાં આવશે તેની સામે કાયદાકીય પગલા લેવામાં આવશે.
આગામી તા.૧૪/૦૧/૨૦૨૩ ના રોજ મકરસંક્રાતીનો તહેવાર આવતો હોય સુરત શહેરમાં આ તહેવાર નિમિત્તે કેટલાક લોકો જાહેર માર્ગો રસ્તાઓ ઉપર પતંગ ઉડાડે છે અને કપાયેલા પતંગો અને દોરા વિગેરે કપાઇને જાહેર રોડ ઉપર આવતા હોય છે. રોડ ઉપર પસાર થતા વાહન ચાલકોના ગળામાં અકસ્માતે દોરો ભેરવાઇ જતા ગંભીર પ્રકારના અકસ્માતો બનવાની પુરે પુરી શક્યતાઓ છે.
ભુતકાળમાં વરાછા ફ્લાઇ ઓવરબ્રીજ ઉપર તેમજ કતારગામ લલીતા ચોકડી ચાર રસ્તા ઉપર મકરસંક્રાંતિ તહેવાર દરમ્યાન પતંગની દોરીના કારણે ટુ-વ્હિલર વાહન ચાલકોના મરણ ગયેલાના અકસ્માતના બનાવો નોંધાયેલ છે. જેથી આવા ગંભીર અકસ્માત અટકાવવા અને જાહેર જનતાની સલામતી જાળવવા માટે જાહેર હિતમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે.અને તે મૂજબ
સુરત શહેરમાં તમામ ફ્લાઇ ઓવરબ્રીજ ઉપર બંન્ને સાઇડેથી ટુ-વ્હિલર વાહનોને તા.૧૪/૦૧/૨૦૨૩ ના કલાકઃ ૦૦/૦૦ થી તા.૧૫/૦૧/૨૦૨૩ ના કલાક: ૨૪/૦૦ વાગ્યા સુધી અવર જવર કરવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
સુરત પોલીસ કમિશ્નરના આદેશ મુજબ પ્રતિબંધિત સમય દરમ્યાન ટુ-વ્હિલર વાહન ચાલકો નદી ઉપરના બ્રિજ સિવાયના તમામ ફ્લાય ઓવર બ્રિજની નીચેના રસ્તેથી અવર જવર કરી શકશે ૨) જે ટુ-વ્હિલર વાહન ચાલકો ટુ-વ્હિલર ઉપર આગળના ભાગે સેફટી ગાર્ડ લગાવે તેવા વાહન ચાલકોને આ પ્રતિબંધીત માંથી મુક્તિ આપવામાં આવે છે.૩) નદી ઉપરના બ્રિજ ઉપર જનાર ટુ-વ્હિલર વાહન ચાલકોને પણ આ પ્રતિબંધીત માંથી મુક્તિ આપવામાં આવે છે.