પાકિસ્તાનના ગૃહમંત્રી પર જુતુ ફેંકાયું : પંજાબ વિધાનસભા ગૃહ બહારની ઘટના

0
Shoe thrown at Pakistan Home Minister: Incident outside Punjab Assembly House

Shoe thrown at Pakistan Home Minister(File Image )

મંગળવારે પંજાબ (Punjab )એસેમ્બલીની બહાર પાકિસ્તાનના (Pakistan )ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહના વાહન પર જૂતું (Shoe )ફેંકવામાં આવ્યું હતું. જ્યારે આ ઘટના બની ત્યારે સનાઉલ્લાહ કારમાં બેસેલા હતા. જિયો ન્યૂઝ અનુસાર, જૂતું કોઈ અજાણ્યા વ્યક્તિએ ફેંક્યું હતું. રાણા સનાઉલ્લાહ તે સમયે પંજાબ વિધાનસભા છોડી રહ્યા હતા. આ દરમિયાન કોઈએ વાહન તરફ જૂતું ફેંક્યું, ત્યારબાદ સનાઉલ્લાહના ડ્રાઈવરે થોડી વાર માટે વાહન રોક્યું.

આ પહેલા મંગળવારે રાણા સનાઉલ્લાહ અને પીએમ શાહબાઝ શરીફના ખાસ સહયોગી અતાઉલ્લા તરારને પંજાબ વિધાનસભામાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા. પંજાબમાં પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ની સરકાર છે. પરંતુ પીએમએલ-એન અહીં પોતાના મુખ્યમંત્રી બનાવવાનો પ્રયાસ કરી રહી છે.

સનાઉલ્લાહે પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો હતો કે સુરક્ષા એજન્સીઓએ પીએમએલ-એનના નેતાઓને વિધાનસભામાં જતા અટકાવ્યા હતા, પરંતુ તેઓએ આ ગેરકાયદેસર આદેશ સ્વીકાર્યો ન હતો. પંજાબના મુખ્યમંત્રી પરવેઝ ઈલાહીના વિશ્વાસ મતને લઈને પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) અને પંજાબની ગઠબંધન સરકાર વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી વિવાદ ચાલી રહ્યો છે. આ કારણસર રાણા સનાઉલ્લાહ વિધાનસભાની કાર્યવાહી દરમિયાન નેતાઓને મળવા પહોંચ્યા હતા.

જુઓ વિડીયો :

 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *