વીતેલા 24 કલાકમાં સુરતમાં ત્રણ હત્યાના બનાવો: ડીંડોલીમાં બે અને લીંબાતમાં એક હત્યાની ઘટનાથી ચકચાર
ગૃહમંત્રી હર્ષ સંઘવીના હોમ ટાઉન સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે.સુરતમા દર બીજા ત્રીજા દિવસે હત્યાના બનાવો સામે આવી રહ્યા છે. હાલમાં જ થોડા દિવસ પહેલા અમરોલીમાં ત્રિપલ મર્ડર ની ઘટના બનવા પામી હતી ત્યારે હવે ફરીવાર સુરતમાં એક સાથે ત્રણ હત્યા થઈ છે. છેલ્લા 24 કલાકમાં ડીંડોલી વિસ્તારમાં બે અને લીંબાયત વિસ્તારમાં એક હત્યાની ઘટના સામે આવી છે. ડીંડોલીમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો જેના ગળાના ભાગે તિષ્ણ હથિયાર મારી તેને મોતને ઘાટ ઉતારી ઉતારી દેવામાં આવ્યો છે. જ્યારે બીજી ઘટનામાં જૂની અદાવતમાં હત્યાને અંજામ આપવામાં આવ્યો છે. અને ડીંડોલી પોલીસ મથક હર વિસ્તારમાં આવતા ભેસ્તાનનાઆવાસ ખાતે પણ એક યુવકની કરપીણ હત્યા કરવામાં આવી છે.
સુરત નવાગામ ડીંડોલી ખાતે આવેલ નંદનવન ટાઉનશીપ બાજુમાં ક્રિકેટના ખુલ્લા મેદાનમાં એક યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. આ યુવકની હત્યા કૃષ્ણ હથિયારોના ઘા ઝીંકી કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા જ ડીંડોલી પોલીસનો કાફલો પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરતાડીંડોલી પોલીસે ગણતરીના કલાકમાં આરોપીને ઝડપી પાડ્યો હોવાનું જાણવા મળે છે.
હત્યાનો બીજો બનાવ સુરતના લિંબાયત વિસ્તારમાંથી સામે આવ્યો છે.જ્યા ઋષિકેશ એપાર્ટમેન્ટ પાસે નિતેશ પાટીલ નામના 28 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી હતી.સામન્ય બોલાચાલી આ યુવકની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.ઘટનાને પગલે લિંબાયત પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હત્યાની ત્રીજી ઘટના ડીંડોલી વિસ્તારમાં આવેલ ભેસ્તાન આવાસ માં બનવા પામી છે. જ્યાં અંદરો અંદરના ઝઘડામાં માથાભારે કહેવાતા ફિરોજ જાડિયા નામના શખ્સની હત્યા થઈ હતી. ફિરોજને સમાધાન કરવા માટે બોલાવવામાં આવ્યો હતો પરંતુ બોલાચાલી ઉગ્ર થતાં તેને તીક્ષ્ણ હથિયાર વડે ઘા કરતા તેનું સ્થળ પરજ મોત નિપજ્યું હતું.ઘટનાને પગલે ડીંડોલી પોલીસે ગુનો દાખલ કરી હત્યારાઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે