કાનપુરમાં કાતિલ ઠંડી ક્રુર બની : બે દિવસમાં 40થી વધુ લોકોના મોત
લગભગ એક અઠવાડિયાથી પડી રહેલી ભીષણ ઠંડી હવે જીવલેણ સાબિત થઈ રહી છે. કાનપુર શહેરમાં હાર્ટ એટેક અને બ્રેઈન એટેકથી ગુરૂવારથી શનિવાર સુધીમાં 40 લોકોના મોત નીપજ્યા છે. હૃદય રોગના ૧૫ દર્દી હોસ્ટિપલ પહોંચ્યા પહેલા જીવ ગુમાવી ચૂક્યા હતા જ્યારે સારવાર દરમિયાન ૭ના મોત નીપજ્યા. બ્રેઈન એટેકથી મૃત્યુ પામનાર ૩ દર્દી હોસ્પિટલ પણ પહોંચી શક્યા નહીં.
કાતિલ ઠંડી કહેર વરસાવી રહી છે
કાર્ડિયોલોજી ઈન્સ્ટિટ્યુટના કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર ગુરુવારે ઈમરજન્સી અને ઓપીડીમાં ૭૨૩હૃદયના દર્દી આવ્યા.કર્ડિયોલોજીના ડાયરેક્ટરરોનું કહેવુ છે કે કોલ્ડ વેવમાં દર્દીઓ ઠંડીથી બચે. ઠંડીના કારણે બ્લડ પ્રેશર વધવાથી નસોમાં ખૂન જામી જાય છે જેના કારણે બ્રેઈન અને હાર્ટ એટેક આવી રહ્યા છે. તેમણે લોકોને ઠંડીમાં બચવા અને સમયસર હોસ્પિટલ પહોંચવાની સલાહ આપી છે. તેમણે જણાવ્યુ કે હોસ્પિટલમાં તમામ સુવિધાઓ હાજર છે.