અમિત શાહનું એલાન : 1 જાન્યુઆરી 2024 સુધી અયોધ્યામાં બની જશે રામમંદિર
અયોધ્યામાં (Ayodhya ) બની રહેલા રામ મંદિરને (Ram Mandir )લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મોટી જાહેરાત કરી છે. અયોધ્યામાં રામ મંદિર 1 જાન્યુઆરી 2024 સુધીમાં તૈયાર થઈ જશે. આ સાથે જ કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે દેશ આઝાદ થયા બાદ કોંગ્રેસે આ મામલાને કોર્ટમાં ફસાવ્યો હતો. પીએમ મોદીએ કોર્ટના નિર્ણય બાદ રામ મંદિરમાં પૂજા પૂર્ણ કર્યા પછી, તેમના દ્વારા મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કર્યું અને હવે 1 જાન્યુઆરી, 2024 ના રોજ, મંદિર તૈયાર થઈ જશે.
#WATCH जब से देश आजाद हुआ तब से कांग्रेसी इसको कार्ट में उलझा रहे थे। मोदी जी आए एक दिन सुबह सुप्रीम कोर्ट का फैसला आया और मोदी जी ने उसी दिन राम मंदिर का भूमि पूजन पूरा कर मंदिर निर्माण शुरू कराया। 1 जनवरी 2024 को अयोध्या में राम मंदिर तैयार मिलेगा: केंद्रीय गृह मंत्री अमित शाह pic.twitter.com/RFr9nKA3Ct
— ANI_HindiNews (@AHindinews) January 5, 2023
રામ મંદિર માટેનો સંઘર્ષ 135 વર્ષથી વધુ સમય સુધી ચાલ્યો
ઉલ્લેખનીય છે કે, રામ મંદિર માટે 135 વર્ષથી વધુ સમયથી કાનૂની લડાઈ ચાલી રહી છે. વર્ષ 2019માં સુપ્રીમ કોર્ટે 15મી સદીથી ચાલી રહેલી આ લડાઈનો અંત લાવ્યો હતો. આ કેસમાં સુપ્રીમ કોર્ટે વિવાદિત જમીન પર રામ મંદિર બનાવવાની મંજૂરી આપી હતી અને મુસ્લિમ પક્ષને અન્ય જગ્યાએ જમીન આપવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ટ્રસ્ટ બનાવીને ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. 5 ઓગસ્ટ 2020ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિરના નિર્માણ માટે ભૂમિપૂજન કર્યું હતું.