Surat: પોલીસ કમિશનરનો નવતર પ્રયોગ: અલગ અલગ ગુનામાં ઝડપાયેલા આરોપીઓને એકઠા કરી કરાઈ ઓળખ પરેડ
Surat પોલીસ વિભાગમાં ફરજ બજાવતા અધિકારીઓ આરોપીઓને ઓળખી શકે તે માટે સુરત પોલીસ કમિશનર દ્વારા અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. કમિશનરના આદેશ અનુસાર છેલ્લા પાંચ વર્ષ દરમિયાન અલગ અલગ ગુનાઓમાં પકડાયેલા ઈસમોની ઓળખ માટે તમામને પરેડ ગ્રાઉન્ડ ખાતે એકઠા કરવામાં આવ્યા હતા. અને પોલીસ કમિશનર દ્વારા આરોપીઓને પણ ગુનાહિત રસ્તો છોડી સુધારવા માટેની સલાહ આપવામાં આવી હતી.
સુરત પોલીસ કમિશ્નર દ્વારા હાથ ધરવામાં આવેલા આ અનોખો પ્રયાસ દરમ્યાન છેલ્લા પાંચ વર્ષ દરમિયાન અલગ અલગ ગુનાઓમાં પકડાયેલ ઈસમો સાથે ઓળખ માટે તમામને એક ગ્રાઉન્ડ પર ભેગા કરવામાં આવ્યા હતા.શહેરના તમામ પોલીસ સ્ટેશનમા ચેઈન સ્નેચિંગ, મોબાઈલ સ્નેચિંગ, ઘરફોડ, વાહન ચોરી તથા લૂંટના ગુનાઓમાં પકડાયેલ આરોપીઓ ને ભેગા કરવામાં આવ્યા હતા. અને ક્રાઈમ બ્રાંચ, એસઓજી, પીસીબી તેમજ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ સાથે ઓળખ પરેડ કરવામાં આવી હતી.આ આરોપીને ઓળખી તેમજ તેમની હાલની ગતિવિધિ અંગે માહિતી એકત્રિત કરવા માટે આરોપીઓને એકત્રિત કરવામાં પણ કરાયા હતા.આ સાથે પોલીસ કમિશનરે આરોપીઓ સાથે વાતચીત કરતા તેઓને જણાવ્યું હતું કે જો સુધારવા માંગતા હોય તો પોલીસ તેઓને મદદ કરશે.
સુરત શહેરમાં છેલ્લા કેટલાય સમયથી ક્રાઈમનો રેસીયો સતત વધી રહ્યો છે ત્યારે સુરત પોલીસ દ્વારા આરોપીઓ પર ધાક બેસાડવા અને ગુનાઓ અટકાવવા માટે અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. પોલીસ દ્વારા અચાનક સરપ્રાઈઝ કોમ્બિંગ કરવામાં આવે છે.તો ક્યારેક જાગૃતિના અભિયાન હાથ ધરવામાં આવે છે. ત્યારે હાલમાં સુરત પોલીસ કમિશનર દ્વારા ફરી એક વાર ગુનાહિત ઇતિહાસ ધરાવનાર આરોપીઓની ઓળખ માટેનો આ નવતર પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.