Gujrat: રોડ અકસ્માતમાં ઘાયલ થયેલા વ્યક્તિની મદદ કરનારને એક લાખનું રોકડ તથા ટ્રોફી આપે સન્માનિત કરવામાં આવશે

0

સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ( road accident )રોડ અકસ્માતના કિસ્સાઓને લઈ હાલમાં એક પ્રેસ નોટ જાહેર કરવામાં આવી છે જે મુજબ ઘાયલ વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડનાર માટે એક લાખનું રોકડ તથા ટ્રોફી આપે સન્માનિત કરવામાં આવશે.

જો કોઇ વાહન-ચાલક / રાહદારીનું અકસ્માત થાય અને તેને તાત્કાલીક પ્રાથમિક સારવાર મળે અથવા તેને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પીટલ સુધી પહોંચાડવામાં તો ઘણા કિસ્સામાં આવા વ્યક્તીનો જીવ બચી જાય છે, જે ઘણું ઉમદા કાર્ય છે. જેથી રોડ સેફ્ટી કાઉન્સિલની મળેલી બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ કોઇ અકસ્માતનો બનાવ બન્યો હોય અને અકસ્માતમાં ભોગ બનેલ વ્યક્તીને અકસ્માત બન્યાનાં પ્રથમ એક કલાકમાં જો કોઇ વ્યક્તીએ ભોગ બનેલ માણસને તાત્કાલીક સારવાર માટે હોસ્પીટલ ખાતે પહોંચાડી ભોગ બનેલ વ્યક્તીની મદદ કરી ઉમદા / સારી કામગીરી કરી હોઈ હોય, તો તેઓએ અત્રેનાં ટ્રાફિક પોલીસ હેલ્પ-લાઇન વોટ્સએપ નં.-૭૪૩૪૦-૯૫૫૫૫ પર સંપર્ક કરી જાણ કરવાની રહેશે. જે વ્યક્તીએ આ પ્રકારની સારી કામગીરી કરી હશે તેઓને સરકાર તરફથી “ GOOD SAMARITAN AWARD ” અંતર્ગત રૂ. એક લાખ સુધીનું રોકડ ઇનામ,અને ટ્રોફી આપી સન્માન કરવામાં આવશે.

રોડ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને ઘણા કિસ્સામાં સમયસર સારવાર ન મળતા તેઓના મોત થતા હોય છે.તો અકસ્માતના ઘણા કિસ્સાઓમાં આપણે જોઈએ છે કે નૈતિકતાની ફરજ સમજી કેટલાક લોકો ઘાયલની મદદ કરતા હોય છે પરંતુ પોલીસની પળોજણમાં પડવા માંગતા નથી. ત્યારે આ બધી બાબતોને ધ્યાનમાં રાખી ગુજરાત રોડ સેફટી ઓથોરિટી અને સ્ટેટ રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *