Surat: વિવિધ માંગણી સાથે સુમુલ ડેરી પર મોરચો લઈ પહોંચેલા પશુપાલકોએ એમડી ને પણ ધક્કે ચડાવ્યા
સુમુલ ખાતે આવી પહોંચેલા આ મોરચામાં મોટા ભાગના માંગરોળ મંડળીના સભ્ય હતા. જેથી પશુપાલકો બાકી ઉઘારી ચૂકવવા માંગતા ન હોઈ જેથી આ મોરચો માંડ્યો હોવાનું સહકારી આગેવાનોમાં ચર્ચાઈ રહ્યું હતું.
મહારાષ્ટ્ર અને ગોવાના દરે પોષણક્ષમ દૂધના ભાવ આપવા સહિત 11 માગણીઓ સાથે પશુપાલકોએ સુમુલ ડેરી પર મોરચો માંડ્યો
• માંગરોળ, ઉમરપાડા, બારડોલી, નિઝર, ઉચ્છલ તાલુકાના પશુપાલકોએ સુમુલ ડેરી પર મોરચો માંડ્યો
• રોષે ભરાયેલા ટોળાએ સુમુલના એમડી ને પણ ધક્કે ચડાવ્યા..
• પશુપાલકોએ સૂત્રોચાર કરી મચાવ્યો હોબાળો
પશુપાલકોને મહારાષ્ટ્ર અને ગુવાના દરે પોષણક્ષમ દૂધના ભાવ આપવા સહિતની 11 માંગણીઓ સાથેમાંગરોળ, ઉમરપાડા, બારડોલી, નિઝર, ઉચ્છલ તાલુકાના પશુપાલકોએ સુમુલ ડેરી પર મોરચો માંડયો હતો. જ્યાં રોષે ભરાયેલા ટોળાએ સુમુલના એમડી ને પણ ધક્કે ચડાવ્યા હતા. આખરે પોલીસે સ્થળ પર પહોંચી આખો મામલો થાળે પાડયો હતો.
મહારાષ્ટ્ર અને ગોવાના દરે પોષણક્ષમ દૂધના ભાવ આપવા સહિત 11 માગણીઓ સાથેમાંગરોળ, ઉમરપાડા, બારડોલી, નિઝર, ઉચ્છલ તાલુકાના પશુપાલકો સુમુલ ડેરી પહોંચ્યા હતા અને સુમુલમાં પશુપાલકોએ ઉશ્કેરણીજનક ભારે સૂત્રોચાર પણ કર્યા હતા. એટલુજ નહિ પણ રોષે ભરાયેલા ટોળાએ સુમુલના એમડી ને પણ ધક્કે ચડાવ્યા હતા. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા મહિધરપુરા અને કતારગામ પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યું હતું અને મામલો થાળી પાડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે સુમુલ ડેરી દ્વારા વગર વ્યાજે પશુપાલકોને 187 કરોડની પશુ લોન આપવામાં આવી હતી. જ્યાં જેમાં 34.72 કરોડની લોન ભરપાઈ કરવાની બાકી છે. આ લોનમાં જેમના રૂપિયા ભરપાઈ કરવાના બાકી છે તેમનો ઉપાડ ડેરી દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે. ખાસ કરીને માંગરોળ તાલુકાની મંડળી પાસે પશુ લોન સહિતનું કરોડોનું લેણું બાકી છે. અને સુમુલ ખાતે આવી પહોંચેલા આ મોરચામાં મોટા ભાગના માંગરોળ મંડળીના સભ્ય હતા. જેથી પશુપાલકો બાકી ઉઘારી ચૂકવવા માંગતા ન હોઈ જેથી આ મોરચો માંડ્યો હોવાનું સહકારી આગેવાનોમાં ચર્ચાઈ રહ્યું હતું.