Surat : એક જ અઠવાડિયામાં સુરતીઓએ કોર્પોરેશનને કરાવી દીધી 60 લાખની આવક !
મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર, દિવાળીથી અત્યાર સુધીમાં 1.20 લાખથી વધુ લોકો પ્રાણી સંગ્રહાલયમાં પહોંચ્યા છે, જેના કારણે પાલિકાને 29 લાખ રૂપિયાની આવક થઈ છે.
દિવાળી વેકેશન દરમિયાન શહેરમાંથી (Surat ) મોટાભાગના લોકો રજાઓ ગાળવા માટે દેશ-વિદેશના વિવિધ પ્રવાસન (Tourist ) સ્થળોએ પહોંચે છે, પરંતુ જે લોકો શહેરમાં રોકાયા છે તેમના માટે શહેરમાં ચાલતા મનોરંજનના સ્થળો આકર્ષણનું કેન્દ્ર બને છે. એક સપ્તાહમાં બે લાખ લોકો મનપાના પ્રાણી સંગ્રહાલય, માછલીઘર અને ગોપી તળાવમાં પહોંચી ગયા હતા. જેનાથી પાલિકાને 60 લાખની આવક થઈ છે.
દિવાળી વેકેશન કોર્પોરેશનને ફળ્યું :
શહેરીજનોના મનોરંજન માટે મહાનગરપાલિકાએ શહેરમાં વિવિધ પ્રોજેક્ટ તૈયાર કર્યા છે. જેમાં પાલ રોડ પરનું એક્વેરિયમ, સરથાણામાં પ્રાણી સંગ્રહાલય અને જૂના શહેર વિસ્તારમાં આવેલ ઐતિહાસિક ગોપી તળાવ અને કિલ્લાનો સમાવેશ થાય છે. આ સ્થળો રજાના દિવસોમાં ફરવા માટે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. દિવાળી દરમિયાન અડધુ શહેર ખાલી થઈ ગયું છે. રસ્તાઓ નિર્જન છે, પરંતુ શહેરમાં જે લોકો હાજર છે તેઓ તેમના પરિવાર સાથે પ્રાણી સંગ્રહાલય, માછલીઘર અને ગોપી તળાવ સુધી પહોંચી રહ્યા છે.
કોર્પોરેશનને થઇ લાખોની આવક :
મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર, દિવાળીથી અત્યાર સુધીમાં 1.20 લાખથી વધુ લોકો પ્રાણી સંગ્રહાલયમાં પહોંચ્યા છે, જેના કારણે પાલિકાને 29 લાખ રૂપિયાની આવક થઈ છે. તે જ સમયે, 72,943 લોકો ગોપી તળાવની મુલાકાત લીધી હતી, જેણે 13.50 લાખ રૂપિયાની કમાણી કરી અને એક્વેરિયમમાં 31,836 લોકો પહોંચ્યા, જેનાથી પાલિકાને 17.60 લાખ રૂપિયાની કમાણી થઈ.