સુરતના ભેસ્તાન વિસ્તારમાં બે દિવસ અગાઉ ડ્રમ માંથી મળી આવેલી લાશનો ભેદ ઉકેલાયો: મહિલાની લાશ ને બાઈક પર ડ્રમમાં લઈ જતા પતિની કરતું CCTV કેમેરામાં થઈ કેદ
બે જુલાઈના રોજ એક પ્લાસ્ટિકના ડ્રમની અંદરથી મહિલાની કોહવાઈ ગયેલી હાલતમાં લાશ મળી આવી હતી. ત્યારબાદ આ મહિલાની લાશને પોસ્ટમોર્ટમ અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ ઘટનાને લઈને ભેસ્તાન પોલીસ દ્વારા ઘટનાનો ભેદ ઉકેલવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.
પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. તો સુરત ક્રાઈમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાયું હતું. પોલીસ દ્વારા 200 જેટલા સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી હતી. ઉપરાંત 20 કરતા વધારે સોસાયટીઓમાં પણ તપાસ કરવામાં આવી હતી.
પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, જે મહિલાની હત્યા થઈ છે તેનું નામ ધર્મિષ્ટા છે અને તેની હત્યા તેના પતિ દ્વારા જ કરવામાં આવી છે. તેથી પોલીસે સચિનના પાલી ગામમાં રહેતા સંજય પટેલની ધરપકડ કરી છે તમામે વધુ તપાસ હાથ ધરી હતી. સંજય પટેલની પૂછપરછ કરતાં સામે આવ્યું હતું કે તેને પોતાની પત્નીનો અન્ય સાથે અનૈતિક સંબંધ હોવાની શંકા હતી અને આ બાબતે પત્નીને પૂછતા બંને વચ્ચે ઝઘડો થયો હતો અને ઝઘડા દરમિયાન તેને પત્નીની એકલતાનો લાભ ઉઠાવીને દુપટ્ટા વડે પત્નીનું ગળું દબાવી પત્નીની હત્યા કરી દીધી હતી. ત્યારબાદ પ્લાસ્ટિકનું ડ્રમ ખરીદી તેમાં પત્નીની લાશ મૂકી ઉપરથી 50 કિલો સિમેન્ટ નાખી દીધી હતી અને ત્યારબાદ આ લાશને પોતાના ઘરમાં બે દિવસ સુધી રાખી હતી. લાશને ઘરમાં બે દિવસ રાખ્યા બાદ તેના નિકાલ માટે તે ચાર મજૂરોને બોલાવી લાવ્યો હતો અને જણાવ્યું હતું કે ઘરમાં ધાર્મિક વસ્તુઓ કે જે પૂજા પાઠમાં ઉપયોગમાં લેવાય છે તે વસ્તુ ડ્રમમાં ભરી છે. તે ડ્રમને પાણીમાં પધરાવવાનું છે. ત્યારબાદ ચાર મજૂરો દ્વારા લાશ ભરેલું ડ્રમ ટેમ્પોમાં મૂકવામાં આવ્યું હતું અને ટેમ્પોમાં લઈ જઈ ભાણોદરા ગામ નજીક જગ્યા પર ફેંકી દેવામાં આવ્યું હતું.