સુરતમા કોરોનાથી ૬૦ વર્ષીય વૃદ્ધાનું મોત થતા મનપા તંત્ર એલર્ટ : છેલ્લા એક સપ્તાહમાં પાંચ કેસ નોંધાયા
સુરત શહેરમાં ફરીવાર કોરોનાના કેસો નોંધાઈ રહ્યા છે. ત્યારે છેલ્લા એક સપ્તાહમાં એટલે કે દસ માર્ચ સુધીમાં કોરોનાના વધુ પાંચ કેસો સાથે એક 60 વર્ષીય વૃદ્ધનું મોત થતા સુરત મનપા તંત્ર ફરીવાર સતર્ક થયું છે.અને વૃદ્ધના સંપર્કમાં આવેલા પરિવારના સભ્યો મળી 15 જેટલા લોકોના ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા.
આરોગ્ય અધિકારી ડો.રીતિકા પટેલ એ જણાવ્યું હતુંકે કાપોદ્રાના એક ૬૦ વર્ષીય વૃદ્ધ મહિલાને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમને સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા જ્યાં તેમનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા
તેઓ સારવાર હેઠળ હતા.અને સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું છે.મૃતક વૃદ્ધાને છેલ્લા બાર દિવસથી શ્વાસ લેવામાં તકલીફ તેમજ પગમાં સોજાની તકલીફ હતી જેથી તેમને સારવાર માટે ગયા હતા જ્યાં કોરોનાનો રીપોર્ટ કરાવતા પોઝીટીવ આવ્યો હતો.આ ઉપરાંત વૃદ્ધાને
ડાયાબીટીસ,પ્રેસર અને કીડનીની ગંભીર બીમારી પણ હતી. જો કે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ અને સારવાર દરમિયાન તેમનું મોત થતા તેઓના સંર્પકમાં આવેલા પરિવારના સાત સભ્યો સહીત 15 લોકોના પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે તમામ લોકોના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે.
ઉલ્લેખનિય છે કે સુરતમાં ફરીવાર કોરોનાના કેસો ધીમે ધીમે વધી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહની વાત કરવામાં આવે તો 10 માર્ચ સુધીમાં સુધીમા શહેરમાં કોરોનાના પાંચ કેસ સામે આવ્યા છે.અને એક ૬૦ વર્ષીય વૃદ્ધાનું કોરોનાની સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે. ત્યારે હવે મનપા તંત્ર સતત થયું છે અને શહેરમાં રોજના 400 થી વધુ લોકોના ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યા છે.આ સાથે પાલિકા તંત્ર દ્વારા શહેરીજનોને કોરોનાની ગાઈડ લાઈનનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.અને જો કોઈને શરદી, ખાસી કે તાવ કે કોરોનાના લક્ષણો હોય તો આરોગ્ય કેન્દ્ર, સ્મિમેર અને મસ્કતી હોસ્પિટલ ખાતે ટેસ્ટિંગની સુવિધા કરવામાં આવી છે ત્યાં જઈ ટેસ્ટિંગ કરાવી શકે છે