Surat: રૂ. 55 લાખની ફિલ્મી ઢબે થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો, ફરિયાદી જ નિકળ્યો ચોર, જાણોફિલ્મી વાર્તાને ટક્કર મારે તેવી કહાની

0

 ડીંડોલી વિસ્તારમાં ચલથાણ કેનાલ રોડ પર થયેલ 55 લાખ રૂપિયાની લૂંટના ઉભા કરેલ તરકટનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી ત્રણ ઇસમોને 30,00,000/- રોકડા રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી સુરત શહેર ક્રાઈમબ્રાંચ

સુરતમાં મગળવારે ફિલ્મી ઠબે લૂંટ ની ઘટના સામે આવી હતી. જ્યાં હાઇવે પર સ્કોર્પિયો કારમાંથી 55 લાખ રૂપિયા ભરેલી બેગ લૂંટી એક્ટિવા પર આવેલા બે ઈસમો ભાગી છૂટયા હતા. ત્યારે આ અંગે કાપડ વેપારીએ પોલીસ ફરિયાદ દાખલ કરતાં પોલીસે તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં લૂંટમાં સામેલ ત્રણ આરોપીઓને 30 લાખની મત્તા સાથે ઝડપી પાડયા છે.ત્યારે ફિલ્મી વાર્તાને ટક્કર મારે તેવી આ લૂંટની ઘટનામાં ખુદ ફરિયાદ જ આરોપી નીકળ્યો છે.

મગળવારે સાંજના સમયે ડીંડોલી પો.સ્ટે વિસ્તારમા ચલથાણ કેનાલ રોડ પર 55 લાખ રૂપિયાની લૂંટ ની ઘટના સામે આવી હતી.જ્યાંbચલથાણ કેનાલ રોડ પર થી સ્કોરપીયો કાર નંબર-MH-47-K-88 ને પસાર થતાં કાપડના વેપારી અંકિતભાઇ શશીકાંતભાઇને સફેદ એક્ટિવા પર મોઢે રૂમાલ બાંધી આવેલા બે અજાણ્યા ઈસમોએ ઓવરટેક કરી ચાલુ એકટીવા ઉપરથી જ પાછળ બેસેલ વ્યક્તિએ કીચડ ભરેલ પ્લાસ્ટીકની થેલી આગળના કાંચ ઉપર નાખ્યું હતું. જેથી સ્કોપીયો કાર ચાલકે બ્રેક મારી રોડની વચ્ચે જ કાર ઉભી રાખતા અજાણ્યા ઇસમોએ કારના દરવાજા ખોલી કારની ચાવી કાઢી લઇ કારમા પાછળની સીટમા મુકેલ 55 લાખ- ભરેલ બેગ આંચકી લઈ તેઓ તેમની એકટીવા ઉપર બેસી ચલથાણ તરફ ભાગી ગયા હતા.આ અંગે કાપડ વેપારી અંકિતભાઇ શશીકાંતભાઇએ લૂંટ અંગે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી.

ઘટના ને પગલે પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરી હતી. અને અલગ-અલગ ટીમ બનાવી ઘટના સ્થળની વિઝીટ કરી બનાવ સ્થળની આજુબાજુના સીસીટીવી કેમેરાઓ તથા રૂટની તપાસ કરી હતી.તે દરમ્યાન પોલીસ ને ફરીયાદી દ્વારા જણાવવામા આવેલ હકીકત શંકાસ્પદ લાગતા તેઓએ ફરીયાદી અંકિતભાઇ શશીકાંતભાઇ કાનોડીયાની સઘન પુછપરછ હાથ ધરી હતી , જ્યાં તેઓ ભાંગી પડ્યા હતા. અને આ ગુન્હા અંગેની કબૂલાત કરતાં લૂંટ નો પ્લાન તેમને જે રચ્યો હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું હતું.

આરોપી અંકિતભાઇ શશીકાંતભાઇ કાનોડીયાએ પોતાના મામાના દીકરા આશીષ ઓમપ્રકાશ ગુપ્તા સાથે મળી વોટરજેટ મશીનરી નાખી ભાગીદારીમા ટેક્ષટાઇલનો ધંધો સુરતમા શરૂ કરવાનુ નક્કી કર્યું હતું.અને તે માટે કડોદરા ચાર રસ્તા નજીક અરવીંદભાઇ પટેલ નામના ઇસમને મળી કડોદરા ખાતે ગાર્ડન મીલ નજીકમા એક જગ્યા ખરીદી હતી.જેના પેમેન્ટ પેટે ૫૫ લાખ અરવીંદભાઇ પટેલને આપવાના હતા. જે પૈકી ૧૦ લાખ રૂપીયા અભય તથા રૂપીયા ૨૦ લાખ આશીષ દ્વારા મોકલવામા આવેલ હતા પરંતુ પોતાના ભાગના રૂ. ૨૫ લાખની સગવડ ફીરયાદી અંકીતભાઈ દ્વારા થઇ શકે તેમ ન હતી તેથી અંકીતભાઇએ પોતાના મીત્ર મો. ઉમર મોહંમદ યુસુફ શેખ કે જેને ત્યા પોતે અગાઉ પોતાની બુલેટ રીપેરીંગ કરવા જતો હતો તેમજ ઈમરાન પઠાણ સાથે મળી રોકડ રૂપીયાની લુટ કરાવવાની યોજના બનાવી હતી.

લુટની ઘટનાનું કાવતરું કરતા પહેલા તેઓએ રેકી કરી ડીંડોલી કેનાલ રોડથી મધુરમ સર્કલ ચલથાણ રોડ પર સી.સી.ટી.વી કેમેરાના હોય તે જગ્યા પસંદ કરી ગાડીના કાચ પર કાદવ જેવુ કઇક ફેકી ગાડી રોકી પોતાની ગાડીમાંથી રૂપીયા ભરેલ થેલાની લુટ કરી નાસી જઇ રુપીયા 55 લાખની લુટના બનાવનો સ્ટન્ટ કર્યાની કબૂલાત કરી હતી.

ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીને રૂપિયા અંગેની બધું પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે ગાડીમાં હકિકતમાં કોઈ રકમ હતી જ નહી , અને જમીન માટે પાર્ટનર દ્વારા આપવામાં આવેલી રકમ તેના ફ્લેટ પર હોઈ પોલીસે ત્યાંથી રોકડા રૂપિયા 30 લાખ કબજે કરી ત્રણેય આરોપીની ઘરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *