ધરમપુર ખાતે ૩૧ લાખ રુદ્રાક્ષથી ૩૧ ફુટનું બનાવવામાં આવેલ રુદ્રાક્ષ શિવલિંગ દર્શન માટે ખુલ્લું મુકાયું

0

ધરમપુર નજીક તિસ્કરી મુકામે ૩૧ લાખ રુદ્રાક્ષ શિવલિંગના અનાવરણ સાથે મહાશિવરાત્રીના ભવ્ય ઉત્સવનો પ્રારંભ

૩૧ લાખ રુદ્રાક્ષના સથવારે સવા ૩૧ ફુટનાં વિરાટ રુદ્રાક્ષ શિવલિંગ દર્શન માટે ખુલ્લું મુકાયું, 

તિસ્કરીના રુદ્રાક્ષ શિવલિંગ સાથે શ્રી બટુકભાઈ વ્યાસ પાંચમી વખત લિમ્કા બુક ઓફ રેકૉર્ડ્સમાં સ્થાન પામશે

કહેવાય છે કે રુદ્રાક્ષ એ ભગવાન શિવની અશ્રુમાંથી નિર્માણ પામ્યું છે. જેથી રુદ્રાક્ષનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ ખૂબ જ અનિરુ છે જેથી મહાશિવરાત્રીના દિવસે રુદ્રાક્ષના શિવલિંગનું વિશેષ મહત્વ હોય છે. ત્યારે આ વખતે ગુજરાતના ધરમપુરના તિસ્કરી ખાતે શ્રી સોમેશ્વર મહાદેવના સાંનિધ્યમાં ૩૧ લાખ રુદ્રાક્ષના સથવારે સવા ૩૧ ફુટનાં વિરાટ રુદ્રાક્ષ-શિવલિંગ બનાવવામાં આવ્યું છે.આ શિવલિંગના દર્શનનો લાભ લેવા હજારો ભક્તો ઉમટી રહ્યા છે.અને સાથે જ તા.૧૨ થી ૧૮ ફેબ્રુ દરમીયાન મહાશિવરાત્રી મહોત્સવમાં રુદ્રાક્ષ શિવલિંગની સાથે સાથે શિવકથા, સમૂહલગ્ન અને રકતદાન કેમ્પ પણ આયોજિત કરાયો છે.

ધરમપુર તાલુકાના તીસ્કરી ૩૧ લાખ રુદ્રાક્ષથી બનાવવામાં આવેલ 31 ફૂટનું આ વિરાટ શિવલિંગ અદભુત છે.શિવ-કથાકાર પૂ. શ્રી બટુકભાઈ વ્યાસ દ્વારા શિવરાત્રી મહોત્સવ દિવ્ય અને ભવ્ય રીતે ઉજવવામાં આવે છે દર વર્ષે જુદા જુદા જિલ્લા અને રાજ્યમાં રુદ્રાક્ષ શિવલિંગના સાનિધ્યમાં શિવરાત્રી મહોત્સવ ઉજવાઇ છે આ વર્ષે આ શિવરાત્રી મહોત્સવ ધરમપુર તાલુકાના તીસ્કરી (તલાટ) ખાતે શ્રી સોમેશ્વર મહાદેવના સાનિધ્યમાં ઉજવવાનું નક્કી કરાયું છે જેમાં ૩૧ લાખ રુદ્રાક્ષ દ્વારા નિર્મિત સવા ૩૧ ફૂટ ઉંચા વિરાટ રુદ્રાક્ષ શિવલિંગ દર્શન – અભિષેક, જીવને શિવ તરફ ગતિ કરાવતી-મોક્ષદાયી શિવકથા, ૧૧ કુંડી હોમાત્મક મહારુદ્ર યજ્ઞ, ૧૫ ગરીબ દિકરીઓનું કન્યાદાન “સમૂહ લગ્ન”, વિશાળ રક્તદાન કેમ્પ તથા દરરોજ રાત્રે ભોજન -મહાપ્રસાદ – ભંડારાનું ભવ્ય અને દિવ્ય આયોજન તીસ્કરી (તલાટ) ગામે કરતાં સમગ્ર ધરમપુર પંથકમાં આધ્યાત્મિક ચેતના ફરી વળી છે જેનો આજે ભવ્ય પોથીયાત્રા અને રુદ્રાક્ષ શિવલિંગ અનાવરણ સાથે વિધિવત પ્રારંભ થયો છે.

આ અવસરે ભાગવતાચાર્ય પૂજ્ય શ્રી પંકજભાઈ વ્યાસએ જણાવ્યું હતું કે જણાવ્યું કે પ્રત્યેક રુદ્રાક્ષ સ્વયં શિવ છે. ૩૧ લાખ રુદ્રાક્ષ પર એક વાર અભિષેક કરવામાં આવે એટલે ૩૧ લાખ શિવલિંગાર્ચન થાય, આમ લાખો શિવલિંગજીનો અભિષેક મહાશિવરાત્રીનાં પવિત્રકાળમાં કરવાનો પવિત્ર અવસર આપણાં વિસ્તારને પ્રાપ્ત થશે. આખા વર્ષની શ્રેષ્ઠ રાત્રિ એટલે મહાશિવરાત્રી છે એ અવસરે આ ભવ્ય અને દિવ્ય રુદ્રાક્ષ શિવલિંગ ના દર્શન અને અભિષેકનો લાભ લેવા આહવાન કર્યું હતું.

શ્રી સોમેશ્વર મહાદેવ મહાશિવરાત્રી મહોત્સવ સમિતિ તીસ્કરી (તલાટ) તથા સમસ્ત ગ્રામજનો અને સમિતિ ભેગા મળીને આ ભવ્ય આયોજન કર્યું છે. આ અવસરે ઉપ દંડક શ્રી વિજયભાઈ પટેલ, ધારાસભ્ય અરવિંદભાઇ પટેલ, મહેન્દ્ર ચૌધરી, તા.પ.પ્રમુખ રમિલબેન ગાવીત, ગણેશ બિરારી, માજી ધારાસભ્ય હીરાભાઈ, માજી પાલિકા પ્રમુખ જયદીપસિંહ સોલંકી, દિપક રાજાણી, નીલેશ રાંચ, નરેન્દ્ર ઠક્કર તથા તીસ્કરી (તલાટ)ના નગરજનો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *