Surat: મેટ્રોના ખોદકામ દરમિયાન ૩ તોપ મળી આવી, પાંચથી નવ ફૂટની લંબાઇ ધરાવતી તોપ જમીનમાં માત્ર ત્રણ ફૂટ નીચે હતી
- ઐતિહાસિક શહેર સુરતમાં મેટ્રોના ખોદકામ દરમિયાન ૩ તોપ મળી આવી પાંચથી નવ ફૂટની લંબાઇ ધરાવતી તોપ જમીનમાં માત્ર ત્રણ ફૂટ નીચે હતી
• ચોકની એન્ડ્રુઝ લાઇબ્રેરી નજીક ફૂરજા પાસે મળેલી ઐતિહાસિક તોપના કિલ્લા નજીક મૂકવામાં આવી,
સુરત શહેર આમ તો સંપૂર્ણ ઐતિહાસિક શહેર છે. ૧૬મી સદીથી આ શહેરનો ઈતિહાસ મળે છે. ખાસ કરીને કોટ વિસ્તાર (ઓલ્ડ સીટી એરિયા)માં ચોક વિસ્તાર કે જ્યાં સુરતનો કિલ્લો છે, મુખ્ય વખતે મળી એની સામે જ આજે એન્ડ્રુઝ લાઈબેરી છે. હાલ કિલ્લાથી લઈને સમગ્ર ચોક વિસ્તારમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (જીએમઆરસી) દ્વારા ખોદકામ ચાલી રહ્યું છે. તે દરમ્યાન જીએમઆરસીના ઈજારદાર જે કે ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ લી.ને ગતરોજ સાંજે ધનરાજ પેટ્રોલ પંપ સામેના માર્ગ પર પાઈલ માટેના ખોદકામ વખતે માત્ર ૩ ફૂટ નીચેથી જ ૩-૩ તોપ મળી આવતા ભારે કુતુહલ સર્જાયું હતું.
મનપા મેયરને આ અંગે જાણ કરવામાં આવતા તેઓ તરત સ્થળ પર દોડી ગયા હતા.હાલ ૫ થી ૯ ફૂટની આ ૩ તોપ હાલ કિલ્લા પાસેના ખુલ્લા ભાગમાં મુકવામાં આવી છે.જીએમઆરસી દ્વારા આ અંગે તાકીદે પ્રાતત્વ વિભાગને જાણ કરી દેવામાં આવી છે. જેઓના પ્રતિનિધિ આજે સુરત આવીને પરીક્ષણ અને ચકાસણી કરશે. ત્યાર બાદ જ આ તોપ કયા કાળની છે, કેટલી જૂની છે, જેવી વિગતો સહિતના ઈતિહાસની માહિતી મળી શકશે. હાલ તો મનપાસહીતના લોકોમાં આ તોપોએ ભારે આકર્ષણ જમાવ્યું છે.
મહત્વની વાત એ છે કે અહી એન્ડ્રુઝ લાઈબ્રેરી પાસેના પેટ્રોલ પંપની બાજુમાં જ્યાં હાલ ક્રાઇમ બ્રાંચની ઈમારત છે,ત્યાં ફુરજાની ઈમારત હતી,અને તેને ફૂઝે પાતશાહી (જકાત નાકું) કહેવાતું હતું. મોગલ કાળમાં બનેલા આ ફુરજાને જ બાદમાં અંગ્રેજોએ પોતાનું મુખ્ય કસ્ટમ હાઉસ બનાવ્યું હતું. જેની સામેના શાહી બરાબર ભાગમાં ટંકશાળ હતી, જેનું
હાલ કોઈ અસ્તિત્વ નથી.દરિયામાર્ગે આવતા વાહનોના
માલસામાન માટે અહી પહેલા મ હે સુ લ – જ ક ા ત ભરવી પડતી હતી, ત્યાર બાદ જ સમાન છોડાવી શકતો હતો.
આ ફુરજા ઉપર ચારે બાજુ તોપ મુકવામાં હતી. જોકે સૌપ્રથમ આવી ઈ.સ. ખુદાવંદ ૧૫૪૦માં ખાને જુનાગાથથી સુરત ખાતે પ્રથમ તોપ મંગાવી હતી. જયારે કિલ્લો બનાવ્યો ત્યારે આ તોપ મંગાવાઈ હોવાનું ઈતિહાસવિદ સંજય ચોકસીએ જણાવ્યું હતું. તેઓએ કહ્યું હતું કે સુરતમાં અગાઉ ઘણા સ્થળેથી તોપો મળી છે. જેમાં દક્કા ઓવારેથી, નાવડી ઓવારેથીઅને છેલ્લે રાંદેર પણ ઐતિહાસિક બંદર હતું, એથી રાંદેર તરફથી પણ તોપ મળી હતી. જે હાલ કિલ્લામાં સચવાયેલી પડી છે.