મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં 141ના મોત: ગુન્હેગારો વિરૂદ્ધ કેસ દાખલ
મોરબીમા બનેલી ઝૂલતા પુલની દુર્ઘતનામાં સવાર સુધીમાં 141 લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે.મોરબીની ઝૂલતા બ્રિજ દુર્ઘટનાનાં ગુણેનારો વિરુદ્ધમાં કલમ 304,308,114 મુજબ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ દુર્ઘટનામાં સાંસદ મોહનભાઈ કુંડારિયાના નાના બહેનના એક જ પરિવારના 12 સભ્યોના ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે.
જિલ્લા વહીવટી તંત્ર તરફથી મળતી વિગતો મુજબ, ઝૂલતા પુલની દુર્ઘટના બન્યા પછી, તંત્ર તુરંત જ સક્રિય થઈ ગયું હતું અને સ્થાનિક લોકોની મદદથી બચાવ કાર્ય શરૂ કરી દીધું હતું. આ ઉપરાંત અન્ય સ્થળોની ટીમો ઘટનાસ્થળે પહોંચવા લાગી હતી. બીજીતરફ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે વિવિધ આરોગ્ય કેન્દ્રો, રાજકોટ પીડીયુ હોસ્પિટલ તેમજ સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલના 40 જેટલા ડોક્ટરોએ ખડેપગે રહીને ઈમરજન્સી સારવાર શરૂ કરી હતી. પુલ તૂટ્યા પછી ઘટનાસ્થળે રાજકોટ મહાનગર પાલિકાની બોટ અને લાઈફ જેકેટ સહિતની બચાવ સામગ્રી સાથે ફાયર બ્રિગેડની ટીમ મોરબી પહોંચી ગઈ હતી અને બચાવ કાર્ય શરૂ કરી દીધું હતું. ઘાયલોને તત્કાલ હોસ્પિટલ પહોંચાડવા રાજકોટ, જામનગર, જુનાગઢ મહાનગર પાલિકા તેમજ મોરબી પાલિકાની મળીને 25 જેટલી 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ આખી રાત દોડતી રહી હતી. અનેક ખાનગી એમ્બ્યુલન્સ પણ બચાવકાર્યમાં જોડાઈ હતી. સુરેન્દ્રનગરની આર્મીની ટીમ પોતાની ત્રણ એમ્બ્યુલન્સ તેમજ સાધનસામગ્રી સાથે જોડાઈ હતી.
બીજીતરફ ગૃહમંત્રી હર્ષ સંઘવીનાં આદેશ બાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. અને મોરબીની ઝૂલતા બ્રિજ દુર્ઘટનાનાં ગુણેનારો વિરુદ્ધમાં કલમ 304,308,114 મુજબ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ દુર્ઘટનામાં સાંસદ મોહનભાઈ કુંડારિયાના નાના બહેનના એક જ પરિવારના 12 સભ્યોના ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે. જેમાં સાંસદ મોહનભાઈ કુંડારિયાના નાના બહેનના જેઠની ચાર દીકરી, ત્રણ જમાઈ અને પાંચ બાળકોના પુલ તૂટતાં મૃત્યુ થયા છે. તમામ મોરબી તાલુકાના ખાનપર, હરીપર કેરાળા અને રોયશાળાના રહેવાસી જીવાણી અને અમૃતિયા પરિવારના સભ્યો હતા.
ઉપરાંત નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની વડોદરાની ત્રણ ટીમ તથા ગાંધીનગરની બે ટીમ મળીને કુલ પાંચ ટીમના 110 સભ્યો હવાઈ તથા જમીન માર્ગે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બચાવકાર્યને ઝડપી બનાવ્યું હતું. જ્યારે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF)ની જામનગરની બે પ્લાટુન, ગોંડલ તથા વડોદરાની 3-3 પ્લાટુનના કુલ 149 જેટલા સભ્યો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જામનગર ગરુડ કમાન્ડોની એક ટીમ તથા સુરેન્દ્ગનગર અને ભુજની બે કંપની પણ આ બચાવકાર્ય માટે ખડેપગે છે. રાજકોટ ફાયરબ્રિગેડની સાત ટીમ 10 બોટ સાથે પહોંચી હતી. જામનગર અને પોરબંદરની નૌ સેનાની 2 ટીમના 50 ડાઈવર્સ મચ્છુ નદીમાં હતભાગીઓને શોધવાના આ ઓપરેશનમાં જોડાયા હતા. બચાવકાર્યમાં લાગેલી ટૂકડીઓ તેમજ ખડેપગે રહેલા અધિકારીઓએ આખી રાત સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું.