રામચરિતમાનસ પર વિવાદી ટિપ્પણી કરનાર મંત્રીની જીભ કાપનારને 10 કરોડના ઈનામની જાહેરાત : અયોધ્યાના સંત

0
10 crore reward announced for those who cut the tongue of the minister who made controversial comments on Ramcharitmanas: Saint of Ayodhya

Minister of bihar in controversy (File Image )

બિહારના શિક્ષણ મંત્રી(Minister ) ચંદ્રશેખર સિંહે બુધવારે રામચરિતમાનસ પર વિવાદિત(Controversial ) નિવેદન આપ્યું છે. તેમના નિવેદનથી હિન્દુ (Hindu )સંગઠનો તેમજ સંત સમાજમાં નારાજગીની લાગણી જોવા મળી રહી છે. અયોધ્યાના મહંત જગદગુરુ પરમહંસ આચાર્યએ શિક્ષણ મંત્રી ચંદ્રશેખર સિંહના નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપી છે. અયોધ્યાના મહંત જગદગુરુ પરમહંસ આચાર્યએ મંત્રી પદને બરતરફ કરવાની માંગ કરી છે.

આ સાથે તેમણે રામચરિતમાનસ પર વિવાદાસ્પદ નિવેદન આપનાર બિહારના શિક્ષણ મંત્રી ચંદ્રશેખર સિંહની જીભ કાપનાર વ્યક્તિને 10 કરોડ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત પણ કરી હતી. મહંત જગદગુરુ પરમહંસ આચાર્યએ કહ્યું કે આ સનાતનીઓનું ઘોર અપમાન છે. હું તેમના નિવેદન પર કાર્યવાહીની માંગ કરું છું કે તેમને એક અઠવાડિયાની અંદર આ પદ પરથી બરતરફ કરવામાં આવે. બીજી તરફ હિન્દુ સંગઠન અને ભાજપના ઘણા નેતાઓએ પણ ચંદ્રશેખર સિંહના નિવેદન સામે વાંધો ઉઠાવ્યો છે.

 

આવી ટિપ્પણી બિલકુલ સાંખી લેવામાં આવશે નહીંઃ સંત

અયોધ્યાના સંત મહંત જગદગુરુ પરમહંસ આચાર્યએ કહ્યું કે શિક્ષણ મંત્રીએ માફી માંગવી જોઈએ. જો આવું ન થાય તો હું બિહારના શિક્ષણ મંત્રી ચંદ્રશેખરની જીભ કાપનારને 10 કરોડ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરું છું. તેમણે કહ્યું કે આવી ટીપ્પણીને બિલકુલ સાંખી લેવામાં આવશે નહીં.

સંતે વધુમાં કહ્યું કે રામચરિતમાનસ એક જોડતો ગ્રંથ છે, વિભાજક નથી. રામચરિતમાનસ એ માનવતાને સ્થાપિત કરનાર ગ્રંથ છે. આ ભારતીય સંસ્કૃતિનું સ્વરૂપ છે. આ આપણા દેશનું ગૌરવ છે. રામચરિતમાનસ પર આવી ટિપ્પણી સહન કરવામાં આવશે નહીં.

 

 

રામચરિતમાનસ ભાગલા પાડનારું પુસ્તક: બિહારના શિક્ષણ પ્રધાન

નોંધનીય છે કે બિહારના શિક્ષણ મંત્રીએ નાલંદા ઓયપન યુનિવર્સિટીના 15માં દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને સંબોધિત કરતી વખતે રામચરિતમાનસ પર વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે રામચરિતમાનસ અને મનુસ્મૃતિને સમાજમાં ભાગલા પાડનારા પુસ્તકો ગણાવ્યા. તેનો વિરોધ કર્યો અને કહ્યું કે આ પુસ્તક સમાજમાં નફરત ફેલાવે છે.

મંત્રીએ કહ્યું- રામચરિતમાનસ નીચલી જાતિના લોકોને શિક્ષણ મેળવતા અટકાવે છે

શિક્ષણ મંત્રીએ કહ્યું કે મનુસ્મૃતિ શા માટે બાળવામાં આવી કારણ કે તેમાં ઘણા મોટા વર્ગો સામે અપશબ્દો આપવામાં આવ્યા હતા. નીચલી જાતિના લોકોને શિક્ષણ મેળવવાની છૂટ ન હતી અને રામચરિતમાનસમાં કહેવાયું છે કે નીચલી જાતિના લોકો શિક્ષણ મેળવ્યા બાદ દૂધ પીને સાપની જેમ ઝેરી બની જાય છે. આ નિવેદનથી ખળભળાટ મચી ગયો છે. આ પહેલા બિહારના આરજેડીના પ્રદેશ અધ્યક્ષ જગદાનંદ સિંહે રામ મંદિરને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *