૯ હજારથી ઓછા ભાવ માં મળી રહ્યો છે આ સ્માર્ટ ફોન

રીયલમી ઇન્ડિયાએ તેનો નવો અને બજેટ સ્માર્ટફોન ભારતમાં 10,000 રૂપિયાથી ઓછી કિંમતે લોન્ચ કર્યો છે. ભારતમાં Realme C21Y સ્માર્ટફોનની કિંમત 8,999 રૂપિયા છે, જેમાં ફોનનો 3 GB RAM + 32 GB સ્ટોરેજ ઉપલબ્ધ છે. ફોનના 4 જીબી રેમ + 64 જીબી સ્ટોરેજની કિંમત 9,999 રૂપિયા છે. આ ફોનની સૌથી ખાસ વાત એ છે કે તેની ઓછી કિંમતમાં 5000 mAh સુધીની બેટરી છે. ગ્રાહકો આ ફોનને ક્રોસ બ્લેક અને ક્રોસ બ્લુ કલર ઓપ્શનમાં ખરીદી શકે છે.

તેમાં 6.5-ઇંચ પ્લસ ડિસ્પ્લે છે, જેનું રિઝોલ્યુશન 720 x 1600 પિક્સલ છે. ફોનમાં Octacore Unisoc T610 પ્રોસેસર, ગ્રાફિક્સ માટે Mali-G52, 4 GB સુધીની રેમ અને 64 GB સ્ટોરેજ છે.

ફોનમાં ટ્રિપલ કેમેરા સેટઅપ

કેમેરા તરીકે, આ ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે, જેનો પ્રાથમિક કેમેરો 13-મેગાપિક્સલનો છે. આ ઉપરાંત, તેમાં 2-મેગાપિક્સલનો બ્લેક એન્ડ વ્હાઇટ સેન્સર અને 2-મેગાપિક્સલનો મેક્રો સેન્સર શામેલ છે. સેલ્ફી અને વિડિયો કોલિંગ માટે યુઝર્સને ફોનમાં 5 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા સેન્સર છે. પાવર માટે, આ ફોનમાં 5000 mAh બેટરી છે, જે રિવર્સ વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ફોનનું ડાયમેન્શન 164.5x76x9 છે અને વજન 200 ગ્રામ છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *