રાજધાની દિલ્લીમાં આજે ભાજપ શાસિત તમામ રાજ્યોના (BJP ruled states) મુખ્ય પ્રધાનો અને નાયબ મુખ્ય પ્રધાનોની મહત્વની બેઠક યોજાશે.

રાજધાની દિલ્લીમાં આજે ભાજપ શાસિત તમામ રાજ્યોના (BJP ruled states) મુખ્ય પ્રધાનો અને નાયબ મુખ્ય પ્રધાનોની મહત્વની બેઠક યોજાશે. દિલ્લીમાં પાર્ટી હેડક્વાર્ટરમાં યોજાનારી આ બેઠકનું નેતૃત્વ બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા (JP Nadda) અને બીએલ સંતોષ કરશે.

રાજધાની દિલ્લીમાં આજે ભાજપ શાસિત તમામ રાજ્યોના (BJP ruled states) મુખ્ય પ્રધાનો અને નાયબ મુખ્ય પ્રધાનોની મહત્વની બેઠક યોજાશે. દિલ્લીમાં પાર્ટી હેડક્વાર્ટરમાં યોજાનારી આ બેઠકનું નેતૃત્વ બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા (JP Nadda) અને બીએલ સંતોષ કરશે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પણ ભાગ લેશે. કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં ભાજપ દ્વારા ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ સાથે રાજ્યોમાં સરકારની રણનીતિઓ પર પણ ચર્ચા થવાની છે. મળતી માહિતી મુજબ આ બેઠકમાં રાજ્યોના કામકાજ પર પણ ચર્ચા થશે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે રવિવારે દિલ્લીમાં યોજાનારી મુખ્ય પ્રધાનોની બેઠકમાં મોદી સરકારના છેલ્લા 8 વર્ષમાં થયેલા કામોને જનતા સમક્ષ રજૂ કરવાની રણનીતિ તૈયાર કરવા પર ચર્ચા થઈ શકે છે. આ સાથે કેટલાક રાજ્યોમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી અને 2024ની લોકસભા ચૂંટણી માટે રણનીતિ તૈયાર કરવા માટે વાતચીત થઈ શકે છે. એવી વાત પણ સામે આવી છે કે પાર્ટીને મજબૂત કરવા અને આગળના સ્તરે કમિટી બનાવવાની પણ આ બેઠકમાં મંજૂરી મળી શકે છે.

Please follow and like us: