કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે, અનેક વિકાસકાર્યોનુ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે.ગુજરાતની (Gujarat) બે દિવસીય મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે (Amit Shah) ગઈ કાલે

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે, અનેક વિકાસકાર્યોનુ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે.ગુજરાતની (Gujarat) બે દિવસીય મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે (Amit Shah) ગઈ કાલે ગાંધીનગરમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું હતુ.અમદાવાદ એરપોર્ટ (Ahmedabad airport) પર ઉતરાણ કર્યા બાદ અમિત શાહ ગાંધીનગર પહોંચ્યા.જ્યાં તેમણે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત CCTV કેમેરા આધારિત સર્વેલેન્સ એન્ડ ઈન્ટીગ્રેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમના રાજ્યકક્ષાના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ‘ત્રિનેત્ર’નું ઉદઘાટન કર્યું હતુ. જે બાદ માણસામાં (mansa) અક્ષયપાત્ર ફાઉન્ડેશનના અદ્યતન અને ઔદ્યોગિક રસોડા કેન્દ્રનો પ્રારંભ કરાવ્યો હતો.
અમિત શાહના હસ્તે ગોધાવી – મણિપુર રોડ પર અંદાજિત 9 કરોડ 69 લાખના તૈયાર થયેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું (Sports Complex) લોકર્પણ કરવામાં આવ્યુ.આ સ્પોર્સ્ટ કોમ્પ્લેક્ષ 68,920 ચોરસ કિમિ એરિયામાં ફેલાયેલું છે.જેમાં 400 મીટર સિન્થેટીક રનિંગ ટ્રેક,બાસ્કેટ બોલ કોર્ટ, કબબડી, ફૂટબોલ ગ્રાઉન્ડ, હાઈ જમ્પ, લોન્ગ જમ્પ જેવી રમત રમી શકાશે.આ સ્પોર્સ્ટ કોમ્પ્લેક્ષમાં 500 વ્યક્તિ એક સાથે બેસી શકે તેવી બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.સ્પોર્ટ્સ કોપ્લેક્ષમાં ચેનજીગ રૂમ, ફસ્ટ એઇડ રૂમ, સિક્યુરિટી કેબિન, ટોયલેટ બ્લોક, આર.સી.સી. પ્રિ કાસ્ટ ડ્રેઇન તથા કમ્પાઉન્ડ વોલ જેવી સુવિધા પણ ઉપલબ્ધ છે.